Purnima full moon

આજે માતા અંબાનો પ્રાગ્ટ્ય દિવસઃ પોષી પૂનમનું ધાર્મિક મહત્વ, ભાઇ-બહેન માટે આજે છે તહેવારનો દિવસ

Purnima full moon

ધર્મ ડેસ્ક, 28 જાન્યુઆરીઃ વિક્રમ સંવતના ત્રીજા માસ- પોષ મહિનાની પૂનમ એટલ પોષી પૂનમ. આ પૂનમ પોષ મહિનાની છે માટે તેને પોષી પૂનમ કહે છે. સંવતના બધી પૂનમોના કોઇને કોઇ જુદા- જુદા નામો છે. કારતક મહિનાની પૂનમ- કાર્તિકી પૂનમ, ફાગણ મહિનાની પૂનમ- ફાગણી પૂનમ કે ફાલ્ગુની પૂર્ણિમા, ચૈત્ર મહિનાની પૂર્ણિમા- ચૈત્રી પૂર્ણીમા, વૈશાખ મહિનાની પૂર્ણિમા- વૈશાખી પૂર્ણિમા, અષાઢ મહિનાની પૂર્ણિમા- ગુરૂપૂર્ણિમા કે બાસપૂર્ણિમા, શ્રાવણ મહિનાની પૂર્ણિમા- બળેવ પૂનમ કે નાળિયેરી પૂનમ, આસો માસની પૂર્ણિમા- શરદપૂર્ણિમા વગેરે આમ વરસની અમુક પૂનમને જુદા- જુદા નામથી ઓળખાય છે. તે જ રીતે પોષ મહિનાની પૂનમ પોષી પૂનમ છે.
ભાઇ- બહેનના પ્રેમ- સ્નેહના પ્રીતક રૂપે વરસમા ત્રણ તહેવારો આવે છે. ભાઇ બહેનના ઘેર આવે છે ને રાખડી બાંધે છે તે તહેવાર એટલે રક્ષાબંધન કે બળેવપૂનમ. રાખડીના બદલામાં ભાઇ બહેનને યથાશકિત ભેટ આપે છે. દિવાળી પછી ભાઇબીજના દિવસે (કારતક સુદ બીજ) ભાઇ બહેનના ઘેર આવે છે. ભાઇ પોતાની બહેનને પોતાના પ્રેમના પ્રતીક રૂપે કાંઇક ભેટ આપે છે. ભાઇ- બહેન આ દિવસે સુખ-દુઃખની વાતો કરે છે.

Whatsapp Join Banner Guj


ત્રીજો તહેવાર પોષ સુદ પૂર્ણિમાના દિવસે કુંવારી બહેન ભાઇના સુખ, સંપતિ ને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે તથા આ પૂર્ણિમાએ આખો દિવસ રૂપવાસ કરે છે. આ દિવસે ભાઇ બહેનના પ્રેમનું ઊંડું હાર્દ સમાયેલું છે. આ દિવસે કુમારીકા બહેન ભાઇ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તેના દીર્ધાયુષ્ય માટે ભગવાનને અરજ કરે છે. આ દિવસે કુંવારી બહેન માટે મહત્વની ને મહાન દિવસ છે.

ઉલ્લેખનીય છે કે, આજે પોષ પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ છે. આજના દિવસે અંબાજી મંદિર ખાતે અંબાણી પર મા અંબાની સવારી નીકળે છે અને ભક્તો વરઘોડામાં સામેલ થાય છે. તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો…

કંગનાને ટ્વિટ કરવું પડ્યું બહુ ભારેઃ હાથમાંથી જતી રહી આ મોટી 6 બ્રાન્ડ, પ્રિયંકા ચોપરા અને દલજીત પર કર્યા આકરા પ્રહાર