vishnu210

આજે પુત્રદા એકાદશીનું વ્રતઃ આજના દિવસે ભગવાન વિષ્ણુ સાથે સૂર્ય પૂજા ખાસ કરો, જાણો મહત્વ

vishnu210

ધર્મ ડેસ્ક, 24 જાન્યુઆરીઃ રવિવાર એટલે કે આજે પોષ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. તેને પવિત્રા અને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવાની અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. પુત્રદા એકાદશી રવિવારે હોવાથી આ દિવસે સૂર્યદેવની પણ પૂજા ખાસ કરવી જોઇએ. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી સંતાનની ઇચ્છા રાખનાર લોકોની મનોકામના પૂર્ણ થાય છે.

Whatsapp Join Banner Guj

હિંદુ કેલેન્ડરના પોષ મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ અને સૂર્ય છે. આ મહિનામાં ભગવાન સૂર્યની ભગ સ્વરૂપમાં દિવાકર નામથી પૂજા કરવી જોઇએ. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે. ખગોળીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ મહિનામાં સૂર્યનો પ્રકાશ ધરતીના ઉત્તર ગોળાર્ધમાં વધારે સમય સુધી રહે છે. એટલે આ દિવસોમાં સૂર્ય પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. પોષ મહિનામાં ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ સ્વરૂપ વ્યક્તિને સારા કર્મનો બોધપાઠ આપે છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણ પણ નારાયણ સ્વરૂપના અવતાર હતાં. એટલે પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત ખાસ માનવામાં આવે છે.

GEL ADVT Banner

આજના દિવસે આ કામ જરુરથી કરો

  • એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન પછી ૐ સૂર્યાય નમઃ મંત્ર બોલીને ઉગતા સૂર્યને જળ ચઢાવો
  • એકાદશીના એક દિવસ પહેલાં જ તુલસી પાન તોડીને રાખી લેવા જોઇએ. પછી તેને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ચઢાવવા જોઇએ.
  • એકાદશીએ સવારે અને સાંજે બંને સમયે તુલસીને જળ ચઢાવવું અને ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ. તે પછી તુલસીની પરિક્રમા પણ કરવી જોઇએ. ધ્યાન રાખો સાંજના સમયે તુલસીનો સ્પર્શ કરવો નહીં.
  • આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ કરી શકો છો. વ્રત કરનાર ભક્તોએ એક સમય ફળાહાર કરવું જોઇએ. આ દિવસે કોઇ બ્રાહ્મણને ભોજન કરાવવું અને દાન કરાવવું.

આ પણ વાંચો…

સોનુ સૂદ હવે બ્લડ કેન્સરના દર્દીઓ માટે આગળ આવ્યો, ફેન્સને સ્ટેમ સેલ ડોનેટ કરવા કહ્યું- NGO સાથે જોડાઇને કરી આ કાર્યની શરુઆત