EsaYMRNUwAETzD9 edited

હલવા સમારંભ સાથે બજેટ પ્રક્રિયા શરુઃ પહેલી વખત બજેટ દસ્તાવેજોનું નહીં થાય પ્રિન્ટિંગ, નવી ટેક્નોલોજીનો થશે ઉપયોગ

EsaYMRNUwAETzD9 edited

નવી દિલ્હી, 24 જાન્યુઆરીઃ શનિવારના રોજ બજેટ દસ્તાવેજોના સંકલનની પ્રક્રિયા પરંપરાગત રીતે હલવા સેરેમનીના આયોજન સાથે આજે શરૃ થઇ ગઇ હતી. આ સમારંભમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમણ, રાજ્ય કક્ષાના નાણા પ્રધાન અનુરાગ ઠાકુર અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. કોરોના મહામારીને પગલે આ વખતે અગાઉની જેમ બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ કરવામાં આવશે નહીં. તેના બદલે આ વખતે બજેટ દસ્તાવેજો ડિજિટલ સ્વરૃપમાં સાંસદોને આપવામાં આવશે.

અગાઉ દર વર્ષે હલવા સમારંભના આયોજનની સાથે બજેટ દસ્તાવેજોનું પ્રકાશન શરૃ કરવામાં આવતું હતું. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ  કરવામાં આવશે નહીં. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક અભૂતપૂર્વ પહેલ હેઠળ કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ પ્રથમ વખત ડિજિટલ સ્વરૃપમાં લોકોને મળશે. બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

આજે પુત્રદા એકાદશીનું વ્રતઃ આજના દિવસે ભગવાન વિષ્ણુ સાથે સૂર્ય પૂજા ખાસ કરો, જાણો મહત્વ

GEL ADVT Banner