Gujarat players

Gujarat Players: ગૌરવ અપાવનાર ખેલાડીઓ સાથે ભાજપ સરકારનું ઓરમાયું વર્તન: અર્જુન મોઢવાડિયા

Gujarat Players: ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓ જીવન નિર્વાહ કરવા માટે મજુરી કરવા મજબુર બન્યા હોવાનો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ દાવો કર્યો છે

અમદાવાદ, ૨૬ જુલાઈ: Gujarat Players: જાપાનના ટોકિયોમાં ચાલી રહેલ ઓલિમ્પિક ગેમ્સ પર અત્યારે સમગ્ર દેશવાસીઓ નજર રાખી રહ્યા છે કે કોણ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવશે ત્યારે ભૂતકાળમાં દેશને ગૌરવ અપાવનાર ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓ જીવન નિર્વાહ કરવા માટે મજુરી કરવા મજબુર બન્યા હોવાનો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ટવીટ કરીને દાવો કર્યો છે.

Gujarat Players: દેશને અંધજનો માટેના ODI વર્લ્ડકપ, T-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ કરવા મજબુર છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટવીટર પર વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકરે વર્ષ 2018માં ભારતને અંધજનો માટેનો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.

આ પણ વાંચો: Pradhan Mantri Rozgar Yojana: સબિતા માણેક પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ મળેલી ધિરાણ સહાયથી જાતે આત્મ નિર્ભર બન્યા અને અન્યને રોજગારી આપી

આ ઉપરાંત આ ખેલાડીઓ (Gujarat Players) અલગ અલગ સ્પર્ઘાઓમાં પોતાનું શાનદાર યોગદાન આપી દેશનું ગૌરવ વધારી ચુક્યા છે. આ માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમને આશા હતી કે વર્લ્ડ કપ જીત્યા બાદ રાજ્ય સરકાર તેને નોકરી આપશે. સરકારે ત્યારે તેમની સાથે ફોટા પડાવી સિદ્ધીને બિરદાવવાની સાથે નોકરીની ખાતરી પણ આપી હતી. પરંતુ આજે ચાર વર્ષ થઈ ગયા, ના આ ખેલાડીઓને નોકરી મળી છે, ના સરકારે આટલા સમયમાં તેમની તકલીફો જાણવાની પણ તસ્દી લીધી છે. એટલે આંખમાં આશું અને નિરાશા સાથે તેઓ મજુરીકામ કરવા મજબુર બન્યા છે.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતુ કે કોંગ્રેસના વાંસદા –નવસારી ધારાસભ્ય અનંત પટેલે આ ત્રણેય ખેલાડીઓને નોકરી અને આર્થિક સહાય આપવા માટે વિધાનસભામાં પણ રજુઆત કરી હતી. પરંતુ નઘરોળ ભાજપ સરકાર પોતાના જ ધારાસભ્યોની જનતા લક્ષી રજુઆત સાંભાળતી નથી, તો પછી અમારા ધારાસભ્યોની રજુઆત ક્યાંથી સાંભળે? જો કે કોંગ્રેસ પાર્ટી આ ખેલાડીઓને ન્યાય મળે તે માટેના પ્રયાસો ચાલુ રાખશે. ભાજપ સરકારે ગુજરાતના ગૌરવ સમાન ખેલાડીઓને સમ્માન અને સહાય આપવી જ પડશે!

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો