Koo

Twitter Alternative Koo: રેલમંત્રી પીયુષ ગોયલે પ્રમોટ મેડ ઈન ઈન્ડિયા એપ કૂ, જાણો એપમાં શુ છે ખાસ?

Twitter Alternative Koo

ટ્વિટર પર ટ્વિટ કરીને સ્વદેશી વિકલ્પ કૂ (Twitter Alternative Koo )માં સામેલ થવા વિશે ટ્વિટ કર્યુ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરીઃ રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે ટ્વિટર પર ટ્વિટ કરીને સ્વદેશી વિકલ્પ કૂ (Twitter Alternative Koo )માં સામેલ થવા વિશે ટ્વિટ કર્યુ. ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમ્યાન કંટેટ સેંસરશિપને લઈને સરકાર અને ટ્વિટર વચ્ચે થયેલી ઝગડાના કારણે ઉઠાવ્યુ છે. ગત વર્ષે માર્ચમાં લોંચ થયેલુ કૂ ભારતીય ભાષાઓમાં ટ્વિટર જેવો માઈક્રોબ્લોગિંગ અનૂભવ આપે છે.

તેની સાથે જ ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય તથા કેટલાક અન્ય સરકારી વિભાગોના ઘરેલૂ માઈક્રોબ્લોગિંગ સાઈટ Koo પર પોતાના ખાતા ખોલ્યા છે. ઘરેલુ કંપનીએ આ જાણકારી આપી. કેટલાક ટ્વિટ અને ખાતાને પ્રતિબંઘિત કરવાના સરકારના નિર્દેશોનુ અનુપાલન ટ્વિટર દ્વારા ન કર્યા બાદ આ પગલુ ભરવામાં આવ્યુ છે.

Whatsapp Join Banner Guj

કૂ એ કહેયુ કે, તેણે ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય, માય ગોવ., ડિઝિટલ ઈન્ડિયા, ઈન્ડિયા પોસ્ટ, નેશનલ ઈનફાર્મેટિકસ સેંટર, નેશનલ ઈન્સ્ટીટયૂટ ઑફ ઈલેકટ્રોનિકસ એંડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કૉમન સર્વિસ સેંટર, ઉમંગ એપ, ડિજી લોકર, નેશનલ ઈન્ટરનેટ એક્સચેંજઑફ ઈન્ડિયા, કેન્દ્રિય અપ્રત્યક્ષ કર અને સીમા શૂલ્ક બોર્ડના હેંડલની ચકાસણી કરી છે.

કૂએ એક નિવેદનમાં કહ્યુ કે, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના કેટલાક અગ્રણી સંગઠનોએ ભારતના માઇક્રો-બ્લોગિંગ સાઇટ કુ પર તેમના ખાતા ખોલાવ્યા છે. આ પગલું એ ટ્વિટર સામે વ્યૂહાત્મક પ્રતિક્રિયા છે. 257 ટ્વીટ્સ અને ટ્વિટર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્દેશનું પાલન કર્યું નથી. તેમના માધ્યમથી ખેડૂત નરસંહારથી જોડાયેલી ટ્વીટ કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…