CAR

Uninherited car found in gandhinagar: ગાંધીનગરમાંથી મળી આવી બિનવારસી કાર, જાણો અંદર શું વસ્તુઓ હતી

Uninherited car found in gandhinagar: કારમાંથી દેશી બનાવટના તમંચા, બાર બોર રાઈફલ, ખાલી કાર્ટીઝ, મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ, ખાલી કાર્ટીઝ વગેરે મળી આવ્યું

ગાંધીનગર, 09 મેઃ Uninherited car found in gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહીં એક બિનવારસી કારમાંથી દેશી બનાવટના હથિયાર મળી આવ્યા છે. ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે. એક સોસાયટીમાં ચેરમેનને શંકાસ્પદ કારમાં બાર બોર રાઈફલ અને કાર્ટીઝ દેખાતા પોલીસને જાણ કરી હતી.

આ કારમાંથી દેશી બનાવટના તમંચા, બાર બોર રાઈફલ, ખાલી કાર્ટીઝ, મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ, ખાલી કાર્ટીઝ વગેરે મળી આવ્યું છે. ક્રેનની મદદથી પોલીસે કારને બહાર કાઢી હતી. ગાંધીનગર એલસીબીની ટીમ તપાસ માટે સોસાયટીમાં પહોંચી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, સરગાસણમાં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાંથી એક બિનવારસી કાર મળી આવી છે. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં આ કાર હતી. આ બિનવારસી કારમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 2 રિવોલ્વર, 2 દેસી ક્ટ્ટા, 300 જીવતા કારતૂસ મળી આવ્યા છે. હથિયારો સાથે બિનવારસી કાર મળી આવતા ગાંધીનગરમાં ચકચાર મચી ગઈ છે. હાલ ઇન્ફોસિટી પોલીસે કાર કબ્જે કરીને કાર્યવાહી શરૂ કરી છે.

ફલેટમાંથી જે કાર મળી આવી છે તે હ્યુન્ડાઈ વર્ના કાર છે, જે અમદાવાદના પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની કાર છે. કાર પર ધૂળ જમા થયેલી છે, તેથી તે લાંબા સમયથી અહી પડી હોય તેવું લાગે છે. હાલ પોલીસ આ કાર કોના દ્વારા અહીં લાવવામાં આવી હતી? આ કાર કોના નામે RTOમાં રજિસ્ટર્ડ થયેલી છે તે તપાસમાં લાગી છે. પરંતુ આ કારમાં રહેલા હથિયારોનો શું ઉપયોગ થવાનો હતો અને તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની સૌથી પહેલા તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો… Teacher dies due to DJ sound: ડીજેનો ઘોંઘાટ બન્યો મોતનું કારણ, વાંચો શું છે મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો