અનોખો રિયાલિટી શોઃ એમએક્સ ટકાટક ફેમ હાઉસ- સીઝન 1, 18 ડિસેમ્બરથી શરુ

MXTT1400 5f91669b3f8c0 1400x653

મુંબઇ, 16 ડિસેમ્બરઃ અત્યારે મોટાભાગના કલાકારો ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી રહ્યાં છે. ઘણી ડિજિટલ ચેનલો પર સારા શો કે મૂવી જોવા માટે પૈસા ભરવા પડે છે. તેવામાં એમએક્સ પ્લેયર એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે ફ્રીમાં શો બતાવે છે. ડિજિટલ કન્ટેન્ટ ક્રિયેટરો નિર્માણમાં નવા સ્ટાર છે, જેઓ આપણે જોવાનું આસાન, રિલેટેબલ કન્ટેન્ટ સ્ક્રોલ ડાઉન કરીએ તેમ આપણા ડિજિટલ પ્રવાસ પર આપણું મનોરંજન કરતા રહે છે. આ જ કડીમાં 18મી ડિસેમ્બરથી એમએક્સ પ્લેયર અજોડ રિયાલિટી શો એમએક્સ ટકાટક ફેમ હાઉસ- સીઝન 1 લાવી રહી છે, જેમાં ભારતના અમુક ટોચના પ્રભાવશાળીઓ નામના માટે આખરી રેસમાં 7 દિવસ માટે એક છત હેઠળ એકત્ર આવશે.

whatsapp banner 1

ડ્રામા, મોજમસ્તી અને ધમાલ માટે એક છત હેઠળના આ સ્થળે 18 પ્રભાવશાળીઓ એક સાથે જોવા મળશે અને બેટલ ઓફ ફેમ જીતવા માટે શોર્ટ વિડિયો કન્ટેન્ટ નિર્માણ કરશે. જોકે હાઉસમાં અમારી નજર આ પ્રભાવશાળીઓ પર રહેશે.

Aashika Bhatia

શોમાં પ્રતિભાશાળી અભિનેત્રી અને સોશિયલ મિડિયા સેન્સેશન આશિકા ભાટિયા તેના જીવનનાં આ પાસાં બહુ જ આસાની અને સહજતાથી હાથ ધરે છે. મીરા, પરવરીશઃ કુછ ખટ્ટી કુછ મીઠી, કુછ રંગ પ્યાર કે ઐસે ભી જેવા શોમાં જોવા મળેલી અને ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સહયોગ સાથે આશિકા હવે લાંબા બ્રેક પછી એમએક્સ ઓરિજિનલ સિરીઝ એમએક્સ ટકાટક ફેમ હાઉસ સીઝન-1માં જોવા મળશે. ટ્રેઈલરમાં તે કાંઈક આવું કહેતી જોવા મળે છે કે, મુઝે 11 સાલ હો ગયે હૈ ઈન્ડસ્ટ્રી મેં, ઔર મુઝે પતા હૈ કહાં કૈસી બાતે હોતી હૈ. આ ડિજિટલ રિયાલિટી સિરીઝમાં તેનો સર્વ અનુભવ લાવતાં એવું લાગે છે કે તે બધું જ જાણે છે. તેની નજીક કોઈ રહ્યું અને કોણે પીઠમાં ખંજર ભોંક્યું તે સારી રીતે જાણે છે. તેને નિશ્ચિત જ આમાં જોવા જેવી છે.

Lucky Dancer

લકી ડાન્સર અભિનેતા બનવાના લક્ષ્ય સાથે ફેમ અને ગ્લેમરની આ દુનિયામાં આવ્યો હતો. ક્યુટ અને ચાર્મિંગ લૂક સાથે સોશિયલ મિડિયા મંચો પર તે ટૂંક સમયમાં જ લાખ્ખો લોકોના મનમાં વસી ગયો હતો. અદભુત ડાન્સ મુવ્ઝ અને સદા ચાર્મિંગ સ્મિત સાથે તે નામના પામ્યો છે અને હવે તેના ચાહકો આ શો થકી તેની રોમાંચક કન્ટેન્ટ જોવા ઉત્સુક છે અને ટીબીએચ, અમે પણ તેટલા જ ઉત્સુક છીએ.

Rush Twins

સૃષ્ટિ અને પ્રકૃતિ કુશવાહા ઉર્ફે રશ ટ્વિન્સ બહેનો તેમના ડાન્સ અને ફેશન માટે પણ જાણીતી છે. આ જોડી કટ્ટર સ્પર્ધક બની રહેશે એવું લાગે છે અને અન્ય પ્રભાવશાળીઓ માટે મોટો પડકાર બની રહેશે. તેમનું નિખાલસ વલણ તેમના ટ્રેઈલરમાં જોવા મળે છેઃ લોગ બહુત છૂપે રુસ્તમ હૈ, કોઈ બોલ નહી રહા લેકિન સબકો પતા હૈ કી ગ્રુપીઝમ ચલ રહા હૈ. ડાન્સ, ડ્રામા અને તેમના વલણ સાથે નવી ઊંચાઈ લાવતાં હાઉસમાં તેમનાથી બધાએ સતર્ક રહેવાની જરૂર છે એમ અમને લાગે છે.

Nisha Guragain

એમએક્સ ટકાટક ફેમ હાઉસમાં વધુ એક વિખ્યાત પ્રભાવશાળી નિશા ગુરગેન છે. આ બોલ્ડ, બિન્દાસ અને બ્યુટિફુલ સ્ટાર નિશ્ચિત જ હાઉસમાં તાપમાન વધારતી જોવા મળશે.

Ayush Yadav

લિપ- સિન્ક વિડિયો અને કોમેડી વિડિયો માટે જાણીતો આયુષે તેના કન્ટેન્ટ વિશિષ્ટ વિડિયો સાથે સોશિયલ મિડિયા જગતમાં ધમાલ મચાવી છે. તેના કામ સાથે તેણે જાતે લાખ્ખો ચાહકો અને દર્શકો નિર્માણ કર્યા છે. તે તેના સાથી ઈનમેટ તારિક ખાન માટે જડબાતોડ જવાબ આપે છેઃ તો તૂ કુત્તોં કી રેસ મેં ખડા હી ક્યૂ હુઆ. આવું તે શા માટે બોલ્યો તે જાણવા માટે 18 ડિસેમ્બરથી શરૂ થતા એમએક્સ ટકાટક ફેમ હાઉસ જોવાનું ચૂકશો નહીં. ટ્રેઈલર હમણાં જ જુઓ https://bit.ly/Trailer_MXTakaTakFameHouse અને સિરીઝ મફતમાં સ્ટ્રીમ કરો, 18મી ડિસેમ્બરથી શુભારંભ, ફક્ત એમએક્સ પ્લેયર પર.
આ પણ વાંચો…
10 વર્ષીય બાળકીએ માત્ર 58 મિનિટમાં 46 વાનગી બનાવીને, પોતાને નામ કર્યો વર્લ્ડ રેકોર્ડ