hevay rain

Unseasonal rains: અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા માવઠાની અસર, અમદાવાદ સહિત રાજ્યમાં પડ્યો કમોસમી વરસાદ

Unseasonal rains: અતિવૃષ્ટિ બાદ માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા

અમદાવાદ, 18 નવેમ્બરઃUnseasonal rains: અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી કમોસમી વસારદ શરૂ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઞ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં લો પ્રેશ સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ(Unseasonal rains) પડી શકી શકે છે.

આ પણ વાંચોઃ Gov.job: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની 90 જગ્યા પર ભરતી, ITI કે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો- વાંચો વિગતે જાણકારી

ગુરુવારે દક્ષિણ ગુજરાતના દમણ દાદરા નગર હવેલી, તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડી, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ મહિસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે. જ્યારે આજે દમણ દાદરાનગર હવેલી, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહિસાગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં માવઠાની અસર પૂરી થયા બાદ ઠંડીનું પ્રમાણ વધશે.

કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ

રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યા બાદ વાદળછાયું વાતાવરણ બદલાઈ ગયુ હતું તથા કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, ખેડૂતોનો શિયાળું પાક એળે ન જાય તેની ચિંતામાં જોવા મળી રહ્યા છે. માવઠામારથી ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં ત્રણ ઋતુ ભેગી થઈ હોય તેવું વાતાવરણ બન્યું છે. ગરમી, ઠંડી, અને હવે વરસાદના વરતારાથી લોકો પણ ચિંતામાં મુકાયા છે.

Whatsapp Join Banner Guj