Covid vaccine e1623415005177

Vaccine rate: રાજ્ય સરકારે કોરોના રસીની કિંમત કરી નક્કી, ખાનગી હોસ્પિટલમાં આ ભાવે મળશે વેક્સિન

vaccine rate

ગાંધીનગર, 27 ફેબ્રુઆરીઃ ગુજરાત સરકારે રસીકરણ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે કોરોના રસીની કિંમત(Vaccine rate) નક્કી કરી છે. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની રસીની કિમત 150 રૂપિયા નક્કી કરાઈ છે. રસી માટે વહીવટી(Vaccine rate) ચાર્જ 100 રૂપિયા અલગથી ચુકવવાનો રહેશે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસીનો એક ડોઝ 250 રૂપિયામાં મળશે. જ્યારે સરકારી હોસ્પિટલમાં આ રસી વિનામૂલ્યે આપવામાં આવશે.

સરકાર દ્વારા કોરોનાની રસીની કિંમત(Vaccine rate) નક્કી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને તબીબોએ આવકાર્યો છે. તબીબોનું કહેવું છે કે. જેમને ફ્રીમાં રસી લેવી હોય તે સરકારી હોસ્પિટલમાં રસી લઈ શકે છે. જે લોકો સરકારી હોસ્પિટલમાં નથી જવા માગતા તેમના માટે 250 ચાર્જ નક્કી કરાયો છે. આ ચાર્જ ઓછો અને વ્યાજબી છે.

ઉલ્લેખનીય છે કે, દૈનિક કેસનો આંક ૧૦૦ને પાર થયો હોય તેવું અમદાવાદમાં ૨૧ જાન્યુઆરી જ્યારે વડોદરામાં ૧૫ જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. રાહતની એકમાત્ર વાત એ છે કે,  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.  છેલ્લા ૨૪ કલાક દરમિયાન વડોદરા શહેરમાંથી ૯૯-ગ્રામ્યમાંથી ૧૦ સાથે ૧૦૯ નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૯૯-ગ્રામ્યમાં ૨ સાથે ૧૦૧, સુરત શહેરમાં ૬૮-ગ્રામ્યમાં ૬ સાથે ૭૪ જ્યારે રાજકોટ શહેરમાં ૫૫-ગ્રામ્યમાં ૧૨ સાથે ૬૭  નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસનો આંક અમદાવાદમાં ૫૯૩, સુરતમાં ૪૧૨ અને વડોદરામાં ૨૮૬ થઇ ગયો છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૯ ફેબુ્રઆરીના અમદાવાદમાં ૫૪૦ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ૧૦%નો વધારો નોંધાયો છે.

Whatsapp Join Banner Guj

કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થવાનો છે. આ તબક્કે આ રસી સામાન્ય માણસ સુધી પહોંચી રહી છે. સરકારે વિવિધ તબક્કાઓ મુજબ રસીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકોનો નંબર છે. હકીકતમાં, 1 માર્ચ એટલે કે સોમવારથી 60 વર્ષથી વધુ વૃદ્ધ અને 45 વર્ષથી ઉપરના લોકો જે ગંભીર રોગોથી પીડિત છે તેમને રસી આપવાની શરૂઆત થશે. જેમની સંખ્યા 27 કરોડ કહેવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પણ પ્રથમ રજિસ્ટ્રેશન કરવું પડશે, તે પછી જ તેમને રસી આપવામાં આવશે. નોંધણી પછી જ તેમને રસી માટે સમય આપવામાં આવશે. જેના આધારે રસી લેવા માટે આ લોકોએ આઈડી પ્રૂફ સાથે આરોગ્ય કેન્દ્રમાં જવું પડશે. આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે રસી માટે કેવી રીતે અરજી કરવી અને તમારું નામ જાણવા માટે શું કરવું. જાણો રસીથી સંબંધિત બધી બાબતો આકાશવાણીના ટ્વિટર એકાઉન્ટ કોરોના વાયરસ રસી વિશે ઘણી માહિતી શેર કરવામાં આવી છે. જેમાં રસી વિશે આપેલી માહિતી એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ શેર કરી છે. હાલમાં જ ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ડો.રનદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે 60 વર્ષથી ઉપરના વૃદ્ધો અને 45 વર્ષથી ઉપરના વૃદ્ધોને 1 માર્ચથી રસી આપવામાં આવશે.

આ પણ વાંચો…

Study: નિયમીત રીતે ચશ્મા પહેરતા લોકોને મળશે કોરોનાથી રાહત- વાંચો સંપૂર્ણ અહેવાલ