Netflix-Amazon-OTT પ્લેટફોર્મ માટે કડક બન્યા નિયમો, આ ઉંમરના લોકો નહીં જોઈ શકે ફિલ્મોઃ વાંચો સંપૂર્ણ વિગત

Netflix-Amazon-OTT

બોલિવુડ ડેસ્ક, 27 ફેબ્રુઆરીઃ જો તમે સોશલ યુઝ કરો છો અને OTT (Netflix-Amazon-OTT)પ્લેટફોર્મ પર મૂવીઝ અને શો જોવાનાં શોખીન છો, તો તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે આવતીકાલથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને OTTપ્લેટફોર્મ સંબંધિત નવા નિયમ-કાયદા અમલી બનાવ્યા છે. નવી ગાઇડલાઇન્સમાં ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને OTTપ્લેટફોર્મ જેવા કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટારને આવરી લેવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ, ડિજિટલ પ્લેટફોર્મ પર મૂવીઝની જેમ જ વેબ શો અને ફિલ્મોનું ગ્રેડિંગ થશે. OTT કન્ટેન્ટને 6 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આવો જાણીએ તે કેટેગરી વિશે…

  • U: એટલે કે યુનિવર્સલ મતલબ તમામ માટે
  • U/A: સામાન્ય દર્શકો માટે
  • U/A 7+: અટલે કે 7 વર્ષથી વધુ વયનાં માટે
  • U/A 13+: એટલે કે 13 વર્ષથી વધુ વયનાં માટે
  • U/A 16+: એટલે કે 16 વર્ષથી વધુ વયનાં માટે
  • A: એટલે કે પુખ્તો માટે જ
Whatsapp Join Banner Guj

તેનો મતલબ એ છે કે હવે OTTપ્લેટફોર્મ પર ઘણા પ્રકારનાં ફિલ્ટર હશે, જેને અલગ- અલગ વયનાં લોકો તેમની ઉંમરનાં હિસાબથી એક્સેસ કરી શકશે.

વેબ શોના નિર્માતાઓ માટે સરકારે કેટલાક નિયમો જારી કર્યા છે, જે અંતર્ગત નિર્માતાઓએ ફિલ્મ અને વેબ શો માટે સરકારની પરવાનગી લેવી પડશે. તે પછી જ તેમને OTTપ્લેટફોર્મ પર મુક્ત કરી શકાય છે. આનો અર્થ એ છે કે જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી છે, તો તમે એડલ્ટ કન્ટેન્ટ A કેટેગરીની વેબ કન્ટેન્ટ અને મૂવીઝને એક્સેસ કરી શકશો નહીં. નોંધનીય છે કે હવે નેટફ્લિક્સ જેવા OTTપ્લેટફોર્મ્સને અધિકારીઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવે તો તે વિષય વસ્તુને 36 કલાકમાં દૂર કરવી પડશે. આમાંની વિષય વસ્તુ કોર્ટ અથવા સરકાર માટે વાંધાજનક હોઈ શકે. આટલું જ નહીં, અશ્લીલ સામગ્રી માટે આ સમય 34 કલાકનો છે.

Whatsapp Join Banner Guj

OTTઅને ડિજિટલ ન્યૂઝ મીડિયાએ પોતાના વિશે વિગતવાર માહિતી આપવાની રહેશે. આ માટે નોંધણી ફરજિયાત નથી. બંનેએ ગ્રીવાંસ રીડ્રેસલ સિસ્ટમનો અમલ કરવો પડશે. જો કોઈ ભૂલ મળી આવી છે, તો તમારે પોતાને નિયંત્રિત કરવી પડશે. OTTપ્લેટફોર્મ્સે એક સ્વ-નિયમન સંસ્થા બનાવવી પડશે જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા કોઈ જાણીતી હસ્તી કરશે. સેન્સર બોર્ડની જેમ, ઓટીટીમાં વય મુજબનું સર્ટીફિકેશનની વ્યવસ્થા હશે. એથિક્સ કોડ ટીવી, સિનેમા જેવાં જ રહેશે.

આ પણ વાંચો…

Vaccine rate: રાજ્ય સરકારે કોરોના રસીની કિંમત કરી નક્કી, ખાનગી હોસ્પિટલમાં આ ભાવે મળશે વેક્સિન