congress vaccine aavedan

Vaccine shortage: જામનગરમાં વેકશીન ન મળતા કોંગ્રેસ ની ગાંધીગીરી

Vaccine shortage: અપૂરતા જથો હોવા થી લોકોને મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ સાથે કમીશ્નર ને ગુલાબનું ફૂલ અપાયું

   અહેવાલ: જગત રાવલ
જામનગર,૨૯ જૂન:
Vaccine shortage: જામનગર શેહર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર પાઠવી જણાવ્યુ હતું કે જામનગર શહેર ની હાલ કોરોના મહામારી માં ખૂબ જ દયનીય હાલત છે ત્યારે રાજ્ય સરકાર તરફથી જામનગર ને અપૂરતા પ્રમાણ માં વેકસીન નો જથ્થો આપવામાં આવે છે અને જેએમસી શહેરીજનો સુધી પૂરતા પ્રમાણ માં વેકસીન પહોંચાડી શકતી નથી વિરોધપક્ષ દ્વારા આક્ષેપ કરતાં કહ્યું કે મહાનગર પાલિકા પાસે વેકસીન નો પૂરતો જથ્થો નથી

Whatsapp Join Banner Guj

જ્યારે (Vaccine shortage) ખાનગી કેમ્પ અને ખાનગી સંસ્થાઓને જથ્થો પહોંચાડી દેવામાં આવે છે જે અંગે નવનિયુક્ત જેએમસી કમિશનર વિજય ખરાડી ને ગાંધી ચીનધ્યા માર્ગે ગુલાબ નું ફૂલ આપી રજૂઆત કરવાં આવી હતી, જેમાં કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરોધપક્ષના નેતા અલતાફ ખફી, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, ધવલ નંદા, આનંદ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા વિગેરે જોડાયા હતા.

Vaccine shortage, protest jamnagar

  આ અંગે જામનગર મહાનગર પાલિકા ના કમિશનર વિજય ખરાડી એ જણાવ્યુ હતું કે જેએમસી વિસ્તાર માં 10 અર્બન પીએચડી છે જ્યાં પુરજોશ માં રસીકરણ ની કામગીરી ચાલુ છે અને સરકાર તરફથી વેકસીન નો પૂરતો જથ્થો આવે છે અને પૂરતા પ્રમાણ માં શહેરીજનોને વેકસીનેશન આપવામાં આવે છે

આ પણ વાંચો…Uniform distribution: જામનગરમાં રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના 24,889 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો

Vaccine shortage: જામનગર રાજયમાં વેકસીનેશન બાબતે પ્રથમ નંબરે છે અને રહેશે તે બાબતે હજુ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ઉપરાંત જામનગર માં ચૂંટણી કાર્ડ નો ડેટા એનાલિસિસ કરી 18 વર્ષ થી ઉપરના જે લોકો વેકસીનેશન માટે બાકી છે તેને વેકસીનેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે,