Vadodara Boat Incident

Vadodara Boat Incident: વડોદરામાં પિકનિક ગયેલા 14 લોકોના થયા મોત

Vadodara Boat Incident: મોટનાથ તળાવમાં હોડી પલટી ખાઈ જતા પિકનિક મનાવવા ગયેલા 14 લોકોના મોત

વડોદરા, 18 જાન્યુઆરીઃ Vadodara Boat Incident: ગુજરાતના વડોદરામાં આજે મોટી દુર્ઘટના થઈ છે. અહીં, મોટનાથ તળાવમાં વિધાર્થીઓને લઈને જતી એક હોડી પલટી ખાઈ જતા 14 લોકોના મોતના સમાચાર મળ્યા છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા લોકોને બચાવવાની કામગારી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા અન્ય વિધાર્થીઓને તત્કાલિક ચિકિત્સા માટે અસ્પતાલ ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ 82 વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી ખાઈ જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મુખ્યમંત્રીએ ઘટના વિશે સંવેદના વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના વિશે ‘X’ પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.

પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’

આ પણ વાંચો… Ram Mandir: રામ મંદિરના નામે ઠગાઈ શરૂ; તમારી એક ગલતી અને બેંક એકાઉન્ટ ખાલી, જાણો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો