SCAM

Ram Mandir: રામ મંદિરના નામે ઠગાઈ શરૂ; તમારી એક ગલતી અને બેંક એકાઉન્ટ ખાલી, જાણો વિસ્તારે…

Ram Mandir: વોટ્સએપથી લઈને ફેસબુક પર રામ મંદિર પ્રસાદ સુધી સ્કેમર્સ લોકોને છેતરવાના પ્રયાસો કરી રહ્યા

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે. ખબર હોય કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન સહિત દેશની ઘણી મોટી હસ્તીઓ ભાગ લેશે. સાથે જ વિદેશના પણ કેટલાક લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા ભારત પહોંચી ચુક્યા છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે.

એવામાં સ્કેમર્સની ટુકડીઓ પણ એક્ટિવ થઈ ગઈ છે. સ્કેમર્સ આ વખતે લોકોની લાગણીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. વીવીઆઈપી દર્શન, મીઠાઈ પ્રસાદ, ઓનલાઇન દર્શન સહિત અનેક કૌભાંડો બજારમાં ચાલી રહ્યા છે. જેમાં લોકો સાથે રામ મંદિરના નામે છેતરપિંડી થઈ રહી છે.

સ્કેમર્સ વોટ્સએપથી લઈને ફેસબુક સુધી લોકોને છેતરવાના પ્રયાસો કરી રહ્યા છે. એવામાં જો તમને પણ આવા મેસેજ આવે તો સાવધાન થઈ જાવો અને લિંક પર બિલ્કુલ ક્લિક ના કરતાં. ફક્ત અધિકૃત વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ લિંક જ તપાસ કરીને ઓપન કરશો.

આ પણ વાંચો… PM Modi Will Visit Maharashtra-Karnataka & Tamilnadu: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો