72a2778e 5188 4855 b9e3 e45d09bce6fd

Vadodra: કોરોનાની બીજી લહેરમાં સમરસ સહિત ટીમ સયાજીએ અસાધારણ આરોગ્ય સેવાઓ પ્રદાન કરી, ખાસ ફરજ પરના અધિકારી

વડોદરા, 12 જૂનઃVadodra: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે, કોવિડની બીજી લહેર દરમિયાન વડોદરાની સમરસ હોસ્પિટલ સહિત ટીમ સયાજીએ અસાધારણ આરોગ્ય સેવાઓ પ્રદાન કરી છે. તેમણે સમસ્ત ટીમ સયાજીને ઉમદા કામગીરી માટે બિરદાવી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન સયાજી અને સમરસ હોસ્પીટલો(Vadodra)એ કોરોનાના ૧૦ હજારથી વધુ દર્દીઓની સારવાર કરી અને અન્ય જિલ્લાઓના દર્દીઓને પણ અહીં ખૂબ સારી આરોગ્ય સેવાઓ મળી જેની નોંધ લેવી ઘટે.

Whatsapp Join Banner Guj

સમરસ હોસ્પિટલ(Vadodra)ની વિસ્તરણ સુવિધા લગભગ પાંચ દિવસમાં કાર્યરત કરી દેવામાં આવી હતી અને ૧૯ મી એપ્રીલથી ત્યાં દર્દીઓને દાખલ કરવાનો પ્રારંભ થયો હતો. ૭૫ વેન્ટિલેટર સહિત ૨૦૦ બેડનું આઇ.સી યુ. બનાવવામાં આવ્યું હતું અને બે હજારથી વધુ દર્દીઓને અહીં આરોગ્ય સેવાઓ મળી.

હાલમાં દર્દીઓની સંખ્યા ઘટતાં આ સુવિધા બંધ કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. ડો.રાવે સયાજી હોસ્પિટલ(Vadodra)ની મુલાકાત દરમિયાન તમામ સંવર્ગો સાથે કોવિડની સંભવિત ત્રીજી લહેરમાં આરોગ્ય સેવાઓના મજબૂતીકરણ અંગે પરામર્શ કર્યો હતો.

આ પણ વાંચો….

કોરોનાની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રી અને અટલાદરા હોસ્પિટલે ૧૨ હજારથી વધુ કોવિડ દર્દીઓ(covid patients)ની કરી સારવાર

ADVT Dental Titanium