crime

Vadodra hit and run case: વડોદરામાં હીટ એન્ડ રનના આરોપીને મહિલા સાંસદે રાતોરાત છોડાવ્યો- વાંચો શું છે મામલો?

Vadodra hit and run case: વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રવિવારે એક કારચાલકે કેટલાક લોકોને અડફેટે લીધા હતા, જે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

વડોદરા, 20 ફેબ્રુઆરીઃ Vadodra hit and run case: વડોદરામાં હીટ એન્ડ રનના આરોપીને મહિલા સાંસદ રંજન ભટ્ટે પોલીસ સ્ટેશનમાં જઈને રાતોરાત છોડાવ્યાનો કિસ્સા હાલ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. આરોપીને છોડાવવા મહિલા સાંસદ પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા, અને પોલીસ સ્ટેશનની બહાર આરોપી સાથે હસતા મોઢે જોવા મળ્યા હતા. 

આ પણ વાંચોઃ Kalki Avatar: ભગવાન વિષ્ણુ કળયુગમાં લેશે 24મો કલ્કિ અવતાર, જાણો તેનો જન્મ ક્યાં થશે અને સ્વરૂપ કેવું હશે?

ઘટના એવી બની હતી કે, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રવિવારે એક કારચાલકે કેટલાક લોકોને અડફેટે લીધા હતા. કારચાલકે બેફામ ગાડી ચલાવીને ફિઝીયોથેરાપી અને ફાઈન આર્ટસના ઉભેલા વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા, બે વિદ્યાર્થીઓને અડફેટે લઈ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી કેટલાક લોકોએ કારચાલકનો પીછો કર્યો હતો. જેથી  4 કિમી દૂર રાજમહેલ રોડ પર તેને પકડી લેવાયો હતો. 

કારચાલક ન્યૂ સમા રોડની મુક્તિધામ સોસાયટીનો કુશ પટેલ હોવાનું ખૂલ્યુ હતું. ટોળાએ આરોપી કુશ પટેલને પકડીને પોલીસમાં સોંપ્યો હતો. પરંતુ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ માત્ર પોણા બે કલાકમાં જ આરોપીને જામીન પર છોડાવી લઇ ગયા હતા. હિટ એન્ડ રનની ઘટનાના આરોપી કુશ પટેલને સાંસદે છોડાવ્યો હતો. એક તરફ ચાર કિલોમીટર પીછો કરીને ટોળાએ મહામહેનતે આરોપીને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો