kalki avtar

Kalki Avatar: ભગવાન વિષ્ણુ કળયુગમાં લેશે 24મો કલ્કિ અવતાર, જાણો તેનો જન્મ ક્યાં થશે અને સ્વરૂપ કેવું હશે?

Kalki Avatar: શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે

ધર્મ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ Kalki Avatar: ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી કૃષ્ણએ પૃથ્વી છોડતાં સાથે જ કલયુગ શરૂ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે પુરાણોમાં કળિયુગ 4 લાખ 32 હજાર વર્ષનો હોવાનું કહેવાય છે. હવે કળિયુગના 5126 વર્ષ વીતી ગયા છે.

શ્રીમદ ભાગવત પુરાણના 12માં સ્કંધના 24માં શ્લોક અનુસાર, જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે ભગવાન કલ્કિનો જન્મ પૃથ્વી પર થશે. શ્રી હરિના આ દસમા અવતારની જન્મ તિથિ સાવન માસની શુક્લપક્ષની પંચમીની તિથિ હશે.

આ પણ વાંચોઃ JioMotive Device: હવે કાર ચોરાય તો શોધવી થશે સરળ, પળે પળની લોકેશન મોકલશે આ ડિવાઈસ- જાણો કિંમત

કલ્કિ ક્યાં અવતરશે?

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કલ્કી અવતારનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલમાં થશે. તેથી જ આ સ્થાન પર કલ્કિ ધામ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ભગવાન વિષ્ણુના તમામ અવતારોના મંદિરો તેમના અવતાર પછી બનાવવામાં આવ્યા હતા, પરંતુ કલ્કી ભગવાન વિષ્ણુનો એકમાત્ર અવતાર છે જેનું મંદિર તેમના અવતાર પહેલા પણ બનાવવામાં આવી રહ્યું છે.

કલ્કિ અવતારનું સ્વરૂપ કેવું હશે?

‘અગ્નિ પુરાણ’ના સોળમાં અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનારા ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડાં પર બેસીને આવશે. જે કળિયુગના પાપીઓનો નાશ કરશે. ભગવાનનો આ અવતાર 64 કલાઓથી સજ્જ હશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો