7e018282 5f63 41af 8e26 10137aae00c1

Vadodra: ખાસ ફરજ પરના અધિકારીની ગોત્રી હોસ્પિટલની મધ્ય રાત્રિ મુલાકાતે- વાંચો સંપૂર્ણ અહેવાલ

▪️ લાગણી સભરતા સાથે લખ્યું કે હું જ્યારે જ્યારે આ હોસ્પિટલની મુલાકાત લઉં છું ત્યારે તીર્થયાત્રા કરતો હોઉં એવી અનુભૂતિ થાય છે
▪️ કોવિડ સારવાર સુવિધાના ૪૦૦ દિવસ પૂરી કરનારી આ હોસ્પીટલમાં(Vadodra) આ દરમિયાન ૭૦ હજારથી વધુ લોકોની થઈ તપાસ ૨૦ હજારથી વધુ પોઝિટિવને મળી સારવાર

વડોદરા, 10 મેઃ Vadodra: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જ્યારે રવિવારની મધ્ય રાત્રિએ કોવિડ સારવારમાં અગ્રેસર અને સતત કાર્યરત ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પારાવાર લાગણીશીલતા અનુભવતા તેમણે વોટ્સેપ પોસ્ટમાં લખ્યું કે હું જ્યારે જ્યારે આ દવાખાનાની મુલાકાત લઉં છું ત્યારે ત્યારે મને એક તીર્થયાત્રા કર્યાની અનુભૂતિ થાય છે.હું અહી અવિરત સેવા આપનાર તમામને હૃદયથી વંદન કરું છું. આ હોસ્પીટલ ખાતે કોવિડ સારવારની સમર્પિત સેવા શરૂ કર્યાને આજે બરોબર ૪૦૦ દિવસ થયાં તેની યાદ અપાવતાં તેમણે જણાવ્યું કે આ દરમિયાન અહીંની કોવિડ ઓપીડીમાં ૭૦ હજારથી વધુ લોકોની કોવિડ વિષયક તપાસ કરવામાં આવી અને તે પૈકી પોઝિટિવ જણાયેલા ૨૦ હજારથી વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી જ્યારે અન્ય ઘણાં દર્દીઓને ફ્રી બેડ ધરાવતા સહયોગી દવાખાનાઓમાં મોકલવામાં આવ્યાં.

Vadodra


તેમણે જણાવ્યું કે ગોત્રી હોસ્પિટલ (Vadodra)એ વિશ્વની અને ભારતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે જ્યાં હજારો કોવિડ દર્દીઓની સમર્પિત સારવાર કરીને જિંદગીઓ બચાવવામાં આવી છે. તેમણે મધ્યરાત્રિએ મુલાકાત લીધી ત્યારે અહી નવીન ક્યૂઆરટી માં ૫૧ સહિત ૫૮૧ દર્દીઓ અને અટલાદરાની સહયોગી હોસ્પિટલ ખાતે ૨૫૫ દર્દીઓ સારવાર હેઠળ હતા. રવિવારે અહીંની ઓપીડી માં ૧૭૧ દર્દીઓ તપાસવામાં આવ્યા હતા જે પૈકી ૫૨ ને ગોત્રીમાં અને અન્ય ૪૧ ને સેટેલાઇટ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Vadodra

આ પણ વાંચો…

કોરોના વાયરસની ભેટ આપનાર ચીન હવે, જૈવિક હથિયારો દ્વારા ત્રીજા વિશ્વ યુધ્ધ(world war 3)ની તૈયારીઓમાં વ્યસ્ત..?