VGGS 2024 2nd Day

VGGS 2024 2nd Day: રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટેની પ્રતિબદ્ધતા અને રોડ મેપ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

VGGS 2024 2nd Day: વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનાં માર્ગદર્શનમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

ગાંધીનગર, 11 જાન્યુઆરીઃ VGGS 2024 2nd Day: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનાં માર્ગદર્શનમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજીસ્ટીક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજી યુસેજ વધી રહ્યો છે. ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ડે-ટુ-ડે લાઇફમાં સામેલ થઇ રહ્યું છે.

આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જ છે અને વિશ્વને રિલાયેબલ ચીપ સપ્લાય ચેઈનની જરૂર છે. વિશ્વની આ જરૂરીયાતને પૂરી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઈન પૂરી પાડવા સક્ષમ છે તેમાં ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ માટે ગુજરાતનો રોડમેપ પ્રસ્તૂત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે એ.આઇ., આઇ. ટી., બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિકન્ડક્ટર્સ વિશ્વના ઉભરતા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉતરોત્તર સફળતાએ આજે ગુજરાતને નેટવર્કિંગ એન્ડ નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બનાવ્યું છે અને હવે ભવિષ્યના વિશ્વ તરફ દૃષ્ટિ રાખીને રાજ્યને ગેટ વે ટુ ધી ફ્યુચર બનાવવાની સરકારની નેમ છે.

સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માટેનો આ સેમિનાર પણ તેને સુસંગત છે તેમ તેમણે ઉમેર્યું હતું. ફ્યુચર રેડી ઇન્ડીયા માટે ફ્યુચર રેડી ગુજરાત’ બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણે સેમિકન્ડક્ટર- ઇલેક્ટ્રોનિક્સ જેવા નવા યુગના ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આત્મનિર્ભર ભારતનાં વિઝનને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.

આ અવસરે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ કેમ છો થી ઉદબોધન શરૂ કરતાં જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરવામાં વડાપ્રધાનનાં વિઝનથી શરૂ થયેલું એવું મોડેલ છે જેનાં કારણે ગુજરાતમાં નવી ટેકનોલોજી અને નવા ઉદ્યોગો આવ્યાં છે.

આ અમૃતકાળની પહેલી વાયબ્રન્ટ સમિટ છે તેવું જણાવતા કેન્દ્રીય મંત્રી કે આ સમિટમાં જે પ્રકારનાં એમ.ઓ.યુ. અને એગ્રીમન્ટ થયાં છે તે વિકાસીત ભારત બનવાની શરૂઆત છે અને ગુજરાત પાસે પ્રધાનમંત્રીનાં વિઝનને જમીમન પર ઉતારવા માટેની સક્ષમ મશીનરી છે. સાથે જ તેમણે ઉત્સાહ પૂર્વક જણાવ્યું કે દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે.

સેમિનારમાં માઇક્રોનનાં સી.ઇ.ઓ. સંજય મેહરોત્રાએ રાજ્ય સરકાર અને ભારત સરકારનાં અભૂતપૂર્વ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે ભારતમાં મજબૂત સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનું નિર્માણ થશે તે દિવસો દૂર નથી. સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરીયન કંપની સિન્ટેક વચ્ચે એમ.ઓ.યુ. થયાં હતા. આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગીતા માટેનાં કરાર થયાં હતા.

આ સેમિનારમાં સીનિયર ડેપ્યુટી ડાયરેક્ટર મેતીશ્રી શનાકા કાઝુસીંગે, નીતિ આયોગનાં સુમન બેરી, રાજ્યનાં મુખ્યસચિવ રાજકુમાર, ભારત સરકારનાં સચિવ એસ.ક્રિષ્નન, રાજ્યનાં અગ્ર સચિવ મોના ખંધાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો… CM Bhupendra Patel Meeting With UAE Minister Of State For Foreign Trade: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી સાથે મુલાકાત બેઠક યોજી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો