Banner

Water problem in ahmedabad cantonment area: શહેરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પાણીની તંગી થી લોકો પરેશાન

Water problem in ahmedabad cantonment area: સ્થાનિકો દ્વારા વારવાંર ફરિયાદો છતાં બોર્ડ કોઈ પગલો નહી લેતો

અમદાવાદ, 29 એપ્રિલઃ Water problem in ahmedabad cantonment area: ઉનાળો શરૂ થઈ ગયો છે. આ સાથે દરેક ઘરમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. તો બીજી તરફ અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી નળમાં પ્રેસરથી પાણી ન આવવાના કારણે લોકો પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે કેન્ટોનમેન્ટ પ્રશાસનને અનેક વખત ફરિયાદ કરવા છતાં તેનો ઉકેલ આવતો નથી. લોકોનો આક્ષેપ છે કે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે. પરંતુ વહીવટીતંત્ર આંખ અને કાન બંધ કરીને બેઠું છે. વહીવટી તંત્ર તેમની સમસ્યાઓ સાંભળવા તૈયાર નથી.

સદરબજાર વિસ્તારમાં રહેતા અને સામાજીક કાર્યકર તુષારભાઈ પરમારે જણાવ્યું કે, અહીં છેલ્લા ઘણા મહિનાઓથી પાણીની સમસ્યા છે. નળમાંથી આવતું પાણી પૂરતા પ્રેશરમાં આવતું નથી. પરિસ્થિતિ એવી છે કે લોકો પીવા માટે પણ પાણી ભરી શકતા નથી. આ અંગે કેન્ટોનમેન્ટ બોર્ડના અધિકારીઓને અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

સ્થાનિક યુવક મુનાવરભાઈએ જણાવ્યું કે અહીં પાણીની સમસ્યા છે. ક્યારેક ખૂબ ગંદુ પાણી આવે છે. જેના કારણે લોકો બીમાર પડે છે. તો બીજી તરફ પાણી ઓછા પ્રેશરથી આવે છે, સામાન્ય જનતા પાણી ન મળવાને કારણે પરેશાની ભોગવી રહી છે, જ્યારે કેન્ટોનમેન્ટના અધિકારીઓ પોતાના ઘરે પાણીના ટેકરોં મોકલે છે. અહીંના લોકો આ ભ્રષ્ટ અધિકારીઓથી કંટાળી ગયા છે.

કેન્ટોનમેન્ટ બોર્ડની ચૂંટણી રદ, લોકોમાં આક્રોષ

કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશના તમામ કેન્ટોનમેન્ટ વિસ્તારો માટે ચૂંટણીનું આયોજન કર્યું હતું. જો કે, કેટલાક કારણોસર આ ચૂંટણી રદ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો… Nine Students Suicide in Andhra Pradesh: આંધ્ર પ્રદેશમાં નવ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા, જાણો કેમ ભર્યું આ પગલું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો