nepal

નેપાળમાં નિર્ણયોનો વિરોધ: લોકો વિશાળ રેલીમાં ‘We hate kp oli’ના નારા લગાવી રહ્યાં છે!

We hate kp oli: કે પી ઓલીના સમર્થકોએ યોજાયેલી રેલીમાં વી લવ કેપી ઓલી … અને ઓલી ઇઝ અવર હિરો… જેવા નારા લાગ્યા

nepal

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરીઃ નેપાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની અંદર શરુ થયેલા સંગ્રામમાં રવિવારે પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સમર્થક વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. આ તમામ વિદ્યાર્થીઓ કે પી શર્મા ઓલીની સંસદ ભંગ કરવાની માંગ કરી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે આ રેલી બે દિવસ પહેલા કે પી ઓલીના સમર્થનમાં વિદ્યાર્થીઓ દ્વારા થયેલી રેલીના જવાબમાં યોજવામાં આવી હતી. બે દિવસ પહેલા યોજાયેલી રેલીમાં વી લવ કેપી ઓલી …. અને ઓલી ઇઝ અવર હિરો.. જેવા નારા લાગ્યા હતા.

Whatsapp Join Banner Guj

આજે કેપી ઓલીના વિરોધમાં રવિવારે યોજાયેલી રેલીમાં ‘We hate kp oli’ના નારા લાગ્યા હતા. રેલીમાં કહેવામાં આવ્યું કે ઓલીએ જે સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ મુકીને દેશને અધોગતિના માર્ગ ઉપર ધકેલ્યો છે. આ રેલી પૂર્વ વડાપ્રધાન પ્રચંડ અને માધવ કુમાર નેપાલ દ્વારા કેપી ઓલીના વિરોધમાં જે અભિયાન શરુ કરાયું છે તેનો એક ભાગ હતી. આ બંને નેતાઓ સહિત અનેક નેતાઓ કેપી ઓલીના તુઘલકી નિર્ણયોનો વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેપી ઓલી દ્વારા સંસદ ભંગના પ્રસ્તાવ બાદ તેમને નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ કેપી ઓલીના સમર્થકોનો દાવો છે કે અસલી કોમ્યુનિસ્ટ પાર્ટી તેમની જ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Twitter block list: મોદી સરકારે ટ્વિટરને 1178 એકાઉન્ટની યાદી મોકલીને, આ લિસ્ટને બ્લોક કરવા કહ્યું..! ત્યાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાઈરેક્ટરે મહિલા કૌલે આપ્યુ રાજીનામું