Ahmedabad Rathyatra

Ahmedabad Rathyatra: આખરે રૂપાણી સરકારે રથયાત્રા મામલે આજે સૌથી મહત્વનો નિર્ણય કર્યો, ગાઇડલાઇનનું પાલન કરવાનું આપ્યુ સૂચન

Ahmedabad Rathyatra: આજે રથયાત્રાના આયોજન અંગે કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ

અમદાવાદ, 07 જુલાઇઃ Ahmedabad Rathyatra: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ભક્તોથી લઇને સૌ કોઇમાં એવી આશ હતી કે શું ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે કે નહીં. ત્યારે આખરે રૂપાણી સરકારે રથયાત્રા મામલે આજે સૌથી મહત્વનો નિર્ણય કરી શકે છે. રૂપાણી સરકારે ભક્તોની આસ્થાને ધ્યાને રાખી કોરોના ગાઇડલાઇન પ્રમાણે રથયાત્રા નીકાળવાની પરવાનગી આપી શકે છે.

નોંધનીય છે કે તા. 12 જુલાઇના રોજ સોમવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે, રાજ્ય સરકાર શરતોને આધીન રથયાત્રા માટે મંજૂરી આપી શકે છે. આ અંગેની થોડીક વારમાં સત્તાવાર પણ જાહેરાત થશે. મહત્વનું છે કે, આજે રથયાત્રાના આયોજન અંગે કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ. તમને જણાવી દઇએ કે, આ વર્ષે રથયાત્રા અંગે ટ્રસ્ટ નહીં પરંતુ સરકાર નક્કી કરશે કે કઇ રીતે રથયાત્રા યોજવી

ભગવાન જગન્નાથની રથયાત્રા(Ahmedabad Rathyatra)ને લઈને પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ‘હજુ બેઠક ચાલુ છે. આગામી બે કલાકમાં બેઠક પૂર્ણ થયા બાદ નિર્ણય લેવાશે. નિર્ણય કરતા પહેલા મુખ્યમંત્રીને જાણ કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર સત્તાવાર નિર્ણય જાહેર કરશે.’ અને બેઠક પૂર્ણ થઇ ત્યાર બાદ જાહેરત કરવામાં આવી છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને પગલે શહેર પોલીસ વિભાગ સુસજ્જ થઇ ગયો છે. રથયાત્રા પર્વને પગલે જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે 3000 પોલીસકર્મીઓનું પોલીસ બ્રિફિંગ રાખવામાં આવ્યું. લોકલ પોલીસ, એસ.આર.પી તથા હોમગાર્ડ જવાનોને વિસ્તાર અંગે અને રથયાત્રાના રૂટ અંગે માહિતગાર કરાશે

નોંધનીય છે કે, અમદાવાદની રથયાત્રા(Ahmedabad Rathyatra)ને લઈને જગનાથ મંદિરના ટ્રસ્ટી સહિત અન્ય આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતાં. મંદિરના ટ્રસ્ટીઓ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પહિંદવિધિ માટે આમંત્રણ આપવા ગયા હતાં. આ અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ‘મંદિર દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા નીકાળવાની માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.’

ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજએ પણ અગાઉ નિવેદન આપ્યું હતું કે, ‘સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે.’

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Gujarati in Modi cabinet: કેબિનેટ વિતરણમાં ગુજરાતના નવા 3 સાંસદ સભ્યો દિલ્હીમાં લીધા શપથ- હવે PM સહિત 8 સાંસદગુજરાતી કેબિનેટમાં સામેલ