north indian wedding traditions 4011 800x426 1 edited e1623321053198

Wedding in somnath: માત્ર 11 હજાર રૂપિયા ભરીને કરો સોમનાથ મંદિરમાં મહાદેવના સાનિધ્યમાં કરો લગ્ન, અન્ય વ્યવસ્થા ટ્રસ્ટ કરશે!- વાંચો સંપૂર્ણ માહિતી

Wedding in somnath

સોમનાથા, 07 એપ્રિલઃ અત્યારના સમયમાં લગ્‍ન પ્રસંગોનો ખર્ચ સામાન્‍ય અને મધ્યમ વર્ગની પરવડે તેવો રહ્યો નથી. તો બીજી તરફ હાલ યંગ જનરેશનમાં વેડીંગ ડેસ્‍ટીનેશનનો ક્રેઝ વધી રહયો છે. જેમાં યુવાઓ પ્રખ્‍યાત ધાર્મિક સ્‍થળોએ લગ્‍ન પ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્‍યારે વર્તમાન પરિસ્‍થ‍િતિ અને ચલણને ધ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા એક નવો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક નિર્ણય(Wedding in somnath) કર્યો છે. આ વિશે માહિતી આપતા સોમનાથ ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, સોમનાથ સાંનિધ્યે કેન્‍દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્‍ન મંડપ હોલ સાથેનું અઘતન ટુરિસ્‍ટ ફેસેલીટી કેન્‍દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં કોઇપણ નાગરીક લગ્‍ન પ્રસંગ ઉજવી શકે તેવું આયોજન ટ્રસ્‍ટે કરેલું છે. જેના માટે રૂ.11 હજાર રકમ ભરશે એટલે ટ્રસ્‍ટ દ્રારા વેદોકત પુરાણોકત રીતે લગ્‍ન વિધિ કરાવી આપશે.

Whatsapp Join Banner Guj

લગ્‍નવિધિ માટે સુશોભિત આધુનિક લગ્‍ન હોલ, સ્‍ટેન, ચોળી, મહારાજા ખુરશી, લગ્‍નવિધિની સામગ્રી, બ્રાહમણ, મહેમાનો માટે ખુરશીની વ્‍યવસ્‍થા, હાર-તોરણ, લગ્‍નછાબ, 50 ફોટોગ્રાફસ અને તેની સીડી, સંસ્‍થાનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-કન્‍યા માટે ફુલહાર, 250 ગ્રામ મીઠાઇ, ખેસ, આંતરપટ જેવી સુવિધાઓ ટ્રસ્‍ટ દ્વારા આપવામાં(Wedding in somnath) આવશે. આ સાથે પાલિકાનું લગ્‍ન નોંધણી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સુવિધા બાદ આગામી દિવસોમાં યાત્રાધામ સોમનાથ વેડીગ ડેસ્‍ટિનેશન તરીકે પ્રખ્‍યાત થશે.

ADVT Dental Titanium

દેશ-વિદેશના લોકો હવે જગવિખ્‍યાત સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે ફકત રૂ.11 હજાર ભરી વેદોકત પુરાણોકત લગ્‍ન કરી શકશે. લગ્‍નવિધિ માટે જરૂરી હોલ, મંડપ જેવી સુવિધા સોમનાથ મંદિર(Wedding in somnath) ટ્રસ્‍ટ ઉપલબ્‍ધ કરાવશે. આ સુવિધાથી આગામી દિવસોમાં યાત્રાધામ સોમનાથ વેડીંગ ડેસ્‍ટિનેશન બની રહેશે.

આ પણ વાંચો….

Deesa: ડીસામાં ભાજપના નેતાના પુત્રએ યુવતી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર