Women Safety Day surat

Women Safety Day: મહિલા સુરક્ષા દિન” નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા “સેફ હોમ સેફ સ્ટ્રીટ” કાર્યક્રમ યોજાયો

Women Safety Day: તા.૧ થી ૭ ઓગષ્ટ ‘નારી વંદન ઉત્સવ’: ઓગષ્ટ માસનું પ્રથમ સપ્તાહ-“વિશ્વ સ્તનપાન સપ્તાહ’

  • Women Safety Day: તા.૧ઓગષ્ટ “મહિલા સુરક્ષા દિન” નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા “સેફ હોમ સેફ સ્ટ્રીટ” કાર્યક્રમ યોજાયો
  • મહિલા અને બાળ સુરક્ષા માટે કાર્યરત સરકારની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, 01 ઓગસ્ટ:
Women Safety Day: ઓગષ્ટ માસનું પ્રથમ અઠવાડિયુ એટલે “વિશ્વ સ્તનપાન સપ્તાહ”. માતા અને બાળકના આરોગ્ય અને સુખાકારી અંગે જાગૃતતા ફેલાવવાના હેતુથી વૈશ્વિક સ્તરે ઉજવાતા સ્તનપાન સપ્તાહ તેમજ રાજ્યવ્યાપી ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી હેઠળ તા.૧ ઓગષ્ટે “મહિલા સુરક્ષા દિન” નિમિત્તે સુરત શહેર પોલીસ-સુરક્ષા સેતુ સોસાયટી ‘શી ટીમ’ દ્વારા “સેફ હોમ સેફ સ્ટ્રીટ” કાર્યક્રમ યોજાયો હતો.

સુરતના માનદરવાજા સ્થિત આંગણવાડીમાં ‘શી ટીમ’, ૧૮૧ અભયમ, મહિલા અને બાળમિત્ર(FFWC) તેમજ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર(PBSC)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ઘરેલું હિંસા, મહિલાઓની છેડતી અને નાના બાળકો, તરૂણ-તરૂણીઓના ‘ગુડ ટચ બેડ ટચ’ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Surat police,Women Safety Day

આ પ્રસંગે શી ટીમના મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર વૈશાલીબેન દેવરેએ જણાવ્યું કે, મહિલાઓ પોતાના બાળકોને ઘર અને શેરી-મહોલ્લામાં સુરક્ષિત વાતાવરણ મળી રહે એ માટે તકેદારી રાખવી, બાળકોની સ્કુલ બેગ તપાસવી, તેમની દિનચર્યા બાબતની જાણકારી મેળવવી આવશ્યક છે. ઉપરાંત, બાળકોને ‘ગુડ ટચ બેડ ટચ’ અંગેની સમજ આપવી જોઈએ. કોઈ વ્યક્તિ યોગ્ય રીતે સ્પર્શ કરે ત્યારે માતાપિતાને વિનાસંકોચે જણાવે એ માટે તાલીમ આપવા અંગેની વિસ્તૃત માહિતી આપી તેમણે વાલીઓને બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ‘’સિટીઝન પોર્ટલ, સિટીઝન ફર્સ્ટ’’ પોર્ટલ દ્વારા થતી e-FIR ની વિશેષતાઓની માહિતી આપી હતી.

આ પણ વાંચો..Fire accident in private hospital: ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, 10 લોકોના મોત નિપજ્યા

આ વેળાએ PBSCના સભ્ય પાયલબેન પટેલે કહ્યું કે, સ્ત્રીઓને શારીરિક, માનસિક, આર્થિક તેમજ ભાવનાત્મક હિંસા વિષે જાણ હોવી જરૂરી છે. તેમજ આવી સમસ્યાઓનો ભોગ બનેલી સ્ત્રીઓ સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર(PSBC)ની મદદ મેળવી શકે છે. વધુમાં તેમણે શી ટીમ, ૧૮૧ અભયમ અને PSBC પરસ્પર સંકળાઈને કાર્ય કરે છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળમિત્ર(FFWC)ના સભ્યો, મહિલાઓના ઉત્થાન માટેની NGO “પ્રોજેક્ટ હુનર”ના સભ્યો, આંગણવાડીના બહેનો, સામાજિક અગ્રણી ફરિદાબેન શેખ અને સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01