Mahila shivir 2

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા શિબિર યોજાઈ

Mahila shivir 2

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના ચુડેલ ગામે મહિલા શિબિર યોજાઈ

૩૫ ખેડૂત બહેનોએ ભાગ લઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું

સુરતઃશનિવાર:- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા સુરત જિલ્લાના ખેડૂતોને ખેતી તથા ખેતી સંલગ્ન વ્યવસાયથી મહિલાઓને માહિતીગાર કરવા માંડવી તાલુકાના ચુડેલ ગામે મહિલા શિબિર યોજાઈ હતી. જેમાં ૩૫ ખેડૂત બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શિબીરમાં સુરતના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તેઓને પોષણ અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં જુદા જુદા વિષયના વૈજ્ઞાનિકો દ્વારા જમીનમાં બિયારણનું ઉત્પાદન, આધુનિક ટેકનોલોજી વૈજ્ઞાનિક ઢબથી ખેતી વગેરેની જાણકારી આપી હતી.

Mahila shivir

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ(આઈ.સી.એ.આર) ના નેજા હેઠળ દેશના દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાઓમાં તા.૧ થી ૩૦મી સપ્ટેમ્બર દરમિયાન “રાષ્ટીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરત જીલ્લાના વિવિધ ગામોમાં રહેતા ખેડૂત સમુદાયમાં પોષણ તત્વોની અગ્યતતા વિષે જાગૃતિ ફેલાવવા, જુદાજુદા પાકોની બાયો ફોર્ટીફાઈડ જાતો વિષેની સમજણ આપવા, ન્યુટ્રી ગાર્ડન, ન્યુટ્રી થાળી વગેરે જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

banner still guj7364930615183874293.

જેમાં આંગણવાડી કાર્યક્રમોને તાલીમ, ખેડૂત ભાઈ બહેનોને તાલીમ, માર્ગદર્શન, પોષણ અંગે જાગૃતિ ફેલાવવા રેલીઓનું આયોજન, પોષણક્ષમ વિવિધ વાનગીઓ અંગે હરીફાઈ, ગ્રામ્ય યુવા ભાઈ બહેનોની મીટીંગ વગેરે જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.