World Sparrow Day dimple raval

World Sparrow Day: જામનગરમાં વિનામૂલ્ય ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ

World Sparrow Day: અંદાજે 9,000 થી પણ વધારે માળા અને બાઉલનું વિતરણ કરાયું હતું.

whatsapp banner

જામનગર, 20 માર્ચ: World Sparrow Day: 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉપર જામનગરમાં સતત આઠમાં વર્ષે મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેરની પર્યાવરણ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્ય ચકલીના માળા તેમજ ઉનાળાની કાગજાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા હેતુસર પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરના અલગ અલગ ચાર વિસ્તારોમાં કરવામાં આવેલા વિતરણમાં અંદાજે 9,000 થી પણ વધારે માળા અને બાઉલનું વિતરણ કરાયું હતું. વિતરણ કાર્યનો સૌ પ્રથમ પ્રારંભ જામનગરના જામ શત્રુશલ્યસિંહજી જાડેજાના દ્વારા કરવામાં આવ્યો હતો તેમના દ્વારા પ્રારંભ કરાયેલ આ કાર્યમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિતના અનેક આગેવાનો જોડાયા હતા.

આ પણ વાંચો:- Sparrow day-24: ચકલી કહે ‘હર્ષ’ને મારી વ્યથા ‘પરખો’

વહેલી સવારથી જ પક્ષી પ્રેમીઓ ચકલીના માળા મેળવવા માટે લાંબી કતારમાં જોવા મળી રહ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા તેમને મળતા કોર્પોરેટર તરીકે ના આર્થિક ભથામાંથી તેઓ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ પ્રકારે 20 માર્ચના ચકલીના માળાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *