Banner Hasmukh Patel Harsh

Sparrow day-24: ચકલી કહે ‘હર્ષ’ને મારી વ્યથા ‘પરખો’

Sparrow day-24: તમે તો મને જોઈ હતી, ચીંચીં ના અવાજ સાથે મોટા થયેલા તમે, ફરી એ સ્વર સાંભળશોને?
મારા માટે માટીના કુંડા, પુંઠાના ઘર ઓસરીમાં કાટખૂણો પડતો હોય ત્યાં ઊંચે મુકશો ને ?

હું થોડીક ગમાર છું, ગમે ત્યાં માળો બાંધવામાં હું કાચી, દુશ્મનો પણ કેટલા બધા છે ચારેકોર?
કાબરો, ટ્રાઇપોટ, નાના બાજ તેમજ બિલાડીથી મારા ઇંડા, બચ્ચા અને માળાને સાચવશો ને?

જુના મકાનો, દીવાલ પર ટીંગાતી છબીઓ, પાટીયા પર મુકાતા ઊંધાં વાસણો યાદ છે ને?
ત્યાં અમારા ઝુંડ રહેતા, અસ્તિત્વ અમારું ખતરામાં છે આજે, અમને સંભાળશો ને ?

ઘટતી ઘાસવાળી જમીન, ખોરાકની અછત, કિટનાશકોનો ઉપયોગ, ક્યાં જઈશું અમે ?
તમારા બાપદાદા અમારા માટે કેટકેટલું કરતા, અમને જીવાડીને તમે પૂર્વજોનું તર્પણ કરશો ને ?

વિશ્વભરમાં જોવા મળતા અમે માનવજાત સાથે હળીમળી ગયેલા, સાચા પર્યાવરણ રક્ષક,
સંખ્યા ઘટી રહી છે, સંઘર્ષ વધ્યો છે, ઝઝુમીએ છીએ અમે, તમે માનવ બની સાથ આપશો ને ?

whatsapp banner
Sparrow day-24: hasmukh patel

એક દિવસ પૂરતા અમારા દિવસ ઊજવવાનો બદલે અમારા માટે તમે કંઈક નક્કર કરો ને ;
હવે પછીની તમારી પેઢીને અમારા ચિત્રો જ બતાવશો કે પછી અમને રુબરુ બતાવશો ને?

’સિગારેટના ઠુંઠિયા વચ્ચે ખોરાક શોધતી મારી વ્યથા ‘પરખો’, મોબાઈલ ટાવર બંધ કરો;
ચકલી પૂછે ‘હર્ષ’ને કે ફરી ઘરે ઘરમાં અમારી ચિચિયારી તમે સર્વત્ર મહેંકાવશો ને ?

આ પણ વાંચો:- Income Tax Office: આ અઠવાડિયાના શનિ-રવિ ખુલ્લી રહેશે ઇન્કમટેક્સ ઓફિસ, પણ આ તારીખો પહેલા પતાવી લેજો કામ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *