31 March Last Date

31 March Last Date: આગામી 10 દિવસમાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરો, નહીંતો નુકસાન કરવુ પડી શકે છે

31 March Last Date: 31 માર્ચ પહેલા તમારે ફાસ્ટેગ કેવાયસી, અપડેટેડ આઈટીઆર, ટીડીએસ ફાઇલિંગ, જીએસટી કમ્પોઝિશન માટે અરજી કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો કરવી પડશે

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 21 માર્ચઃ 31 March Last Date: આજે 21 માર્ચ છે અને યાદ રાખો કે તમારે આગામી 10 દિવસમાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાના છે. 31 માર્ચ પહેલા તમારે ફાસ્ટેગ કેવાયસી, અપડેટેડ આઈટીઆર, ટીડીએસ ફાઇલિંગ, જીએસટી કમ્પોઝિશન માટે અરજી કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો કરવી પડશે. જો તમે આવું ન કરો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ફાસ્ટેગ યુઝર્સ માટે 31 માર્ચનું વિશેષ મહત્વ છે. NHAIએ ફાસ્ટેગના KYC અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી છે. અગાઉ આ કામની છેલ્લી તારીખ 29મી ફેબ્રુઆરી હતી જે હવે લંબાવીને 31મી માર્ચ કરવામાં આવી છે. જો આમ ન કરો તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ 1લી એપ્રિલથી અમાન્ય થઈ જશે.

આવકવેરા રિટર્ન ભરવાનો સમયગાળો પણ એપ્રિલથી શરૂ થશે. જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે જૂની ટેક્સ સ્કીમમાં રિટર્ન ફાઇલ કરી રહ્યાં છો, તો તમે તમારા રોકાણ પર ટેક્સ છૂટનો દાવો પણ કરી શકો છો. જો તમે અગાઉ ટેક્સ સેવિંગ વસ્તુઓમાં રોકાણ કર્યું નથી તો તમે 31 માર્ચ પહેલા તેમાં રોકાણ કરીને આવકવેરો બચાવી શકો છો.

આ પણ વાંચોઃ Income Tax Office: આ અઠવાડિયાના શનિ-રવિ ખુલ્લી રહેશે ઇન્કમટેક્સ ઓફિસ, પણ આ તારીખો પહેલા પતાવી લેજો કામ

કલમ 80C હેઠળ, તમારી પાસે ઘણા રોકાણ વિકલ્પો છે જે આવકવેરા બચાવવાની તક પૂરી પાડે છે. જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ, ટર્મ ડિપોઝિટ, NPS અને અન્ય પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં રોકાણ કરી શકાય છે.

જો તમે PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ સહિતની અન્ય સરકારી સહાયિત યોજનાઓમાં રોકાણ કર્યું હોય, તો તમારે દર નાણાકીય વર્ષમાં તે ખાતામાં ઓછામાં ઓછી રકમ જમા કરાવવી ફરજિયાત છે.

તમારે પીપીએફમાં વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 500 અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રૂ. 250 સુધીનું રોકાણ કરવું જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો તમારું એકાઉન્ટ ડિફોલ્ટ જાહેર થઈ શકે છે અને તમારે દંડ ચૂકવવો પડી શકે છે.

આ પણ વાંચોઃ Muslim have No Right to live in india: ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી, સરકારે આપ્યો સુપ્રીમ કોર્ટને જવાબ

આવકવેરાદાતાઓએ જાન્યુઆરી 2024 માટે વિવિધ કલમો હેઠળ મેળવેલી કર મુક્તિ માટે માર્ચમાં TDS ફાઇલિંગ પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. જો કલમ 194-IM, 194-IB અને 194M હેઠળ ટેક્સ કાપવામાં આવ્યો હોય, તો ચલણ સ્ટેટમેન્ટ 30 માર્ચ પહેલા ફાઇલ કરવાનું રહેશે.

હાલના GST કરદાતાઓ 31 માર્ચ સુધી નાણાકીય વર્ષ 2024-25 માટે કમ્પોઝિશન સ્કીમ માટે અરજી કરી શકે છે. ચોક્કસ ટર્નઓવર ધરાવતા લાયક વ્યવસાય કરદાતાઓ આ યોજના માટે અરજી કરી શકે છે જે વધુ સરળ કર યોજના છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો