Yusuf Pathan 7infi

ભારતીય ક્રિકેટર યૂસુફ પઠાણે (Yusuf Pathan) ક્રિકેટને કહ્યું- અલવિદા, દરેક ફોર્મેટમાંથી લીધું રિટાયર્મેન્ટ

Yusuf Pathan

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 ફેબ્રુઆરી:ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણે(Yusuf Pathan) આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. જમણા હાથના જાંબાઝ બેટ્સમેને ભારત માટે 57 વન ડે મેચોમાં 810 રન બનાવ્યા હતાં, જ્યારે 22 મેચોમાં તેના નામ 236 રન રહ્યાં છે. યુસુફ પઠાણે(Yusuf Pathan) 2 વન ડે શતક અને 3 અડધી સદી પણ પોતાને નામે કરી છે. યુસુફે 33 વન ડે અને 13 ટી 20 વિકેટ પણ પોતાને નામે કરી છે.

યુસુફ પઠાણે શુક્રવારના રોજ ટ્વિટર પર પોતાના સંન્યાસની જાહેરાત કરી છે. તેઓએ ખૂબ જ ભાવુક મેસેજ પોસ્ટ કરીને પોતાના ફેન્સનો આભાર માન્યો છે. યુસુફ પઠાણે જણાવ્યું કે, ‘મને યાદ છે કે, જે દિવસે મે પહેલી વાર ભારતની જર્સી પહેરી હતી. માત્ર મે જ તે જર્સી ન હોતી પહેરી, તે જર્સી મારા પરિવાર, કોચ, મિત્ર અને પૂરા ભારતે પહેરી હતી. મારું બાળપણ, જિંદગી ક્રિકેટમાં જ વીત્યું છે અને હું આંતરરાષ્ટ્રીય, ઘરેલુ અને IPL ક્રિકેટ પણ રમ્યો છું પરંતુ આજે કંઇક અલગ છે. આજે કોઇ જ વર્લ્ડ કપ અથવા IPL ફાઇનલ નથી પરંતુ આ એટલો જ મહત્વનો દિવસ છે. આજે હું ક્રિકેટર તરીકે મારા કેરિયરને અહીં સંપૂર્ણ વિરામ આપું છું. હું ઓફિશીયલ રીતે સંન્યાસની જાહેરાત કરું છું.’

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, યૂસૂફ પઠાણે 100 ફર્સ્ટ કતલાસ મેચોમાં 34.46ની સરેરાશથી 4825 રન બનાવ્યા. જેમાં તેના બેટથી 11 સદી નિકળી. યૂસૂફે 199 લિસ્ટ A અને 274 T-20 મેચ પણ રમ્યા. લિસ્ટ A ક્રિકેટમાં તેણે 9 સદી અને T-2Oમાં એક સદી લગાવી. યૂસૂફ પઠાણના IPL કરીયરની વાત કરીએ તો આ વિસ્ફોટક બલ્લેબાજે 174 મેચોમાં 3204 રન બનાવ્યા. જેમાં તેણે 13 અર્ધ સદી અને એક સદી લગાવી .

આ પણ વાંચો…

New Film: રાજશ્રી બેનરમાં જોવા મળશે મહાનાયક, પહેલી વખત અમિતાભ બચ્ચન અને સૂરજ બડજાત્યા એકસાથે કરશે બંને સાથે કામ કરવા ઉત્સાહિત