Ajaz patel creates history

Ajaz patel creates history: ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈ સર્જયો ઈતિહાસ- વાંચો વિગત

Ajaz patel creates history: એજાઝે 47 ઓવર નાંખીને 119 રન આપ્યા હતા અને તમામ 10 વિકેટો ઝડપી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 ડિસેમ્બરઃ Ajaz patel creates history: ભારત અ્ને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના સ્પિનર અને મૂળ મુંબઈના એજાઝ પટેલે ઈતિહાસ સર્જી દીધો છે.

એજાઝ પટેલે પહેલી ઈનિંગમાં ભારતની તમામ 10 વિકેટો ખેરવી છે અને ક્રિકેટના ઈતિહાસમાં આવુ કારનામુ કરનાર પહેલો બોલર બન્યો છે.આ પહેલા ઈંગ્લેન્ડના જીમ લેકર અને ભારતના અનિલ કુંબલે આ સિધ્ધિ મેળવી ચુકયા છે.

લેગ સ્પિનર એજાઝે ટર્નિંગ વિકેટ પર શાનદાર બોલિંગનુ પ્રદર્શન કરીને ભારતની 10 વિકેટો લીધી હતી.જેના પગલે ભારતીય ટીમ લંચ બાદ 325 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

યોગાનુયોગ એ છે કે એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો.તે આઠ વર્ષનો હતો ત્યારે પરિવાર મુંબઈથી ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો.આમ ભારતમાં જન્મેલા એજાઝે ભારતીય ટીમ સામે જ આ કારનામુ કર્યુ છે. એજાઝે 47 ઓવર નાંખીને 119 રન આપ્યા હતા અને તમામ 10 વિકેટો ઝડપી હતી.

આ પણ વાંચોઃ PM dehradun visit: PM મોદીએ આજે દિલ્હીથી દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરનો શિલાન્યાસ કર્યો, કહ્યું- સરકાર વિશ્વના કોઈ પણ દેશના દબાણમાં ન આવી શકે

Whatsapp Join Banner Guj