Taliban terrorists entered indian consulates

Taliban terrorists entered indian consulates: તાલિબાનના આતંકવાદી કંધાર અને હેરાત પ્રાંતમાં ખાલી કરવામાં આવેલા ઇન્ડીયન કોન્સુલેટ્સમાં ઘૂસ્યા

Taliban terrorists entered indian consulates: આતંકવાદી હવે સામાન્ય લોકો પર અત્યાચાર કરવાની સાથે જ રાજકીય મિશનોને પણ નુકસાન પહોંચાડવા લાગ્યા

નવી દિલ્હી, 20 ઓગષ્ટઃ Taliban terrorists entered indian consulates: તાલિબાનના આતંકવાદી બુધવારે કંધાર અને હેરાત પ્રાંતમાં ખાલી કરવામાં આવેલા ઇન્ડીયન કોન્સુલેટ્સમાં ઘૂસ્યા. તેમણે ત્યાં સરકારી કાગળો અને કોમ્યુટરોની શોધખોળ કરી. ત્યારબાદ તે કોન્સુલેટ્સમાં ઉભેલી ભારતીય ગાડીઓને પોતાની સાથે લઇ ગયા. તે ગાડીઓને પોતાની સાથે લઇ જવાનું સૌથી મોટું કારણ એ હતું કે તેમાંથી મોટાભાગની ગાડીઓ બુલેટપ્રૂફ હતી.

સૂત્રોનું કહેવું છે કે તાલિબાનએ આ કાર્યવાહી પાકિસ્તાનની ISI ના નિર્દેશ પર કરી. જોકે ISI તાલિબાનને પોતાના મોહરાના રૂપમાં ઉપયોગ કરી ભારતીય હિતોને નુકસાન પહોંચાડવા માંગે છે. ઇન્ડીયન કોન્સુલેટ્સમાં ઘૂસવાની સાથે જ તાલિબાની આતંકવાદીઓએ આસપાસના ઘરોમાં રેડ પાડી અફઘાની જવાનો વિશે જાણકારી એકઠી કરવાનો પ્રયત્ન કર્યો. 

આ પણ વાંચોઃ Cricket Stadium Converted Into Vegetable Farm: પાકિસ્તાનના ખાનેવાલ ક્રિકેટ સ્ટેડિયમમાં શાકભાજીની ખેતી શરૃ કરાઇ, ફોટો થયા વાયરલ

નોંધનીય છે કે, તાલિબાન આતંકવાદી રવિવારે અફઘાનિસ્તાન રાજધાની કાબુલ સહિત તેમના મોટાભાગના હિસ્સા પર કબજો કરી ચૂક્યા છે. કાબુલ પર તાલિબાન હુમલાની સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગની સહિત મોટાભાગના નેતા, અફસર અને સૈનિક કમાંડર દેશ છોડીને જતા રહ્યા છે. ત્યારબાદથી તાલિબાની આતંકવાદી ત્યાં પોતાના નિયમ કાયદા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

Whatsapp Join Banner Guj