Devon conway

Devon conway corona positive: ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને આંચકો, આ ખિલાડી થયો કોરોના પોઝિટિવ

Devon conway corona positive: ટીમના અનુભવી ડેવોન કોનવે કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું

ખેલ ડેસ્ક, ૧૭ જૂન: Devon conway corona positive: ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ બે મેચ જીતી હતી. હવે ત્રીજી ટેસ્ટ રમવાની છે. આ મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી ડેવોન કોનવે કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ પાંચ દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. કોનવેની સાથે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેટલાક અન્ય સ્ટાફ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટે એક પ્રેસ રિલીઝ દ્વારા કોનવેના કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા હતા. તેમાં લખ્યું હતું કે, કોનવે લંડન પહોંચ્યા બાદ પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. આ ફિઝિયોની સાથે વિજય વલ્લભ અને ક્રિસ ડોનાલ્ડસન પણ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ બધાને અલગ-અલગ લીડ્સ પર લઈ જવામાં આવશે.

આ પણ વાંચો: Curd sandwich recipe: બ્રેકફાસ્ટ માટે સૌથી બેસ્ટ છે ‘દહીં સેન્ડવિચ’, ફટાફટ નોંધી લો તમે પણ આ રેસિપી

વિકેટકીપર બેટ્સમેન કોનવેએ છેલ્લી બે મેચની ચાર ઇનિંગ્સમાં 114 રન બનાવ્યા છે. તે પ્રથમ ટેસ્ટમાં માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બીજી ઈનિંગમાં પણ તે માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. આ પછી તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આમાં કોનવેએ 46 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. કોનવેએ 109 બોલમાં 52 રન બનાવ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે શ્રેણીની પ્રથમ મેચ 2 જૂનથી રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડનો 5 વિકેટે વિજય થયો હતો. જ્યારે બીજી મેચ 10 જૂનથી યોજાઈ હતી. ઈંગ્લેન્ડે પણ 5 વિકેટે આ જીત મેળવી હતી. હવે શ્રેણીની ત્રીજી મેચ લીડ્ઝમાં 23 જૂનથી રમાશે.

Gujarati banner 01