Curd sandwich recipe: બ્રેકફાસ્ટ માટે સૌથી બેસ્ટ છે ‘દહીં સેન્ડવિચ’, ફટાફટ નોંધી લો તમે પણ આ રેસિપી

Curd sandwich recipe: બહારથી કંટાળીને આવ્યા છો અને તમારે ફટાફટ કોઇ વાનગી બનાવી છે તો દહીં સેન્ડવિચ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન

અમદાવાદ, ૧૭ જૂન: Curd sandwich recipe: નાસ્તામાં કંઇક નવું ટ્રાય કરવા તમે ઇચ્છો છો? તો આજે અમે તમને એક નવી વાનગી શીખવાડીશું જેનું નામ છે દહીં સેન્ડવિચ. આ રેસિપીને તમે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકશો. તમે બહારથી કંટાળીને આવ્યા છો અને તમારે ફટાફટ કોઇ વાનગી બનાવી છે તો દહીં સેન્ડવિચ (Curd sandwich recipe) તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો દહીં સેન્ડવિચ….

આ પણ વાંચો: Okha-Guwahati train canceled: લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ઓખા-ગુવાહાટી ટ્રેન રદ

સામગ્રી

7 બ્રેડ સ્લાઇસ
2 કપ દહીં
2 ચમચી મેયોનિઝ
સ્વાદાનુંસાર મીંઠુ
1 ચમચી કાળામરી
1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
3 ચમચી બટર
2 ઝીણું સમારેલા ટામેટાં
2 ચીઝ ક્યૂબ
2 ઝીણી સમારેલી ડુંગળી
2 કપ સ્વીટ કોર્ન
1 ઝીણું સમારેલું શિમલા મરચું

બનાવવાની રીત

  • દહીં સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ દહીંમાં મીંઠુ, મરચું, મેયોનિઝ, લીલા મરચાની પેસ્ટ નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • હવે ઉપરથી ગ્રેટેડ ચીઝ નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • પછી ડુંગળી, ટામેટા, કોથમીર, શિમલા મરચા, કોર્ન નાંખીને એક ગ્રેવી તૈયાર કરી લો.
  • હવે બ્રેડ પર બટર લગાવો અને હળવા હાથે તવી પર મુકો.
  • પછી 2 બ્રેડની અંદર તૈયાર કરેલું સ્ટફિંગ ભરો અને તવા પર શેકી લો.
  • તો તૈયાર છે દહીં સેન્ડવિચ.
  • આ દહીં સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવે છે. .પરિવાર સાથે બેસીને આ સેન્ડવિચ ખાઓ છો તો બહુ જ મજા આવે છે. આ સેન્ડવિચ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે અને બનાવતા થાક પણ લાગતો નથી.
Gujarati banner 01