iccipl2021bccit20worldcup 1

ICCએ લીધો મહત્વનો નિર્ણયઃ 8 વર્ષમાં થશે 10 વર્લ્ડ કપ, આટલી ટીમો લેશે ભાગ

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 જૂનઃICC: ક્રેકિટના રસીકો માટે સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) એ વિશ્વ કપને લઈને કેટલાક મોટા નિર્ણય લીધા છે. આઈસીસીની ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામ અનુસાર આઈસીસી (ICC) આગામી આઠ વર્ષમાં ચાર ટી20 વિશ્વકપનું આયોજન કરશે. જે પ્રમાણે 2024, 2026, 2028 અને 2030માં રમાનાર ટી20 વિશ્વકપમાં કુલ 20-20 ટીમ ભાગ લેશે. 

ICC

આ સિવાય 2025 થી આઈસીસી(ICC) ફરી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ કરશે. આગામી આઠ વર્ષમાં 2025 અને 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે, જેમાં 8-8 ટીમ ભાગ લેશે. 2025, 2027, 2029 અને 2031માં આઈસીસી(ICC) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાશે. ઉલ્લેખનીય છે કે આઈસીસીએ આ ફોર્મેટનો ઉપયોગ 2003માં રમાયેલા વિશ્વકપમાં કર્યો હતો. 

ICC

આ પણ વાંચો….

અદાણીએ લોન્ચ મોબાઇલ એપ્સ(mobile app), આ 17 શહેરોના લોકો ખરીદી શકશે ઓનલાઇન પ્રોડક્ટ