IND vs NZ

IND v/s NZ: મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ સર્જ્યો ઈતિહાસ, ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનોથી માત આપી- વાંચો વિગત

IND v/s NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 540 રનનો પહાડ જેવડો લક્ષ્ય આપ્યો હતો જેને પાર કરવામાં ન્યૂઝીલેન્ડની ટીમ નિષ્ફળ રહી હતી અને બીજી પારીમાં ફક્ત 167 રનો પર ઓલઆઉટ થઈ ગઈ

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 ડિસેમ્બરઃ IND v/s NZ: મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનોથી માત આપી દીધી છે અને આ સાથે જ સીરિઝ પર પણ કબજો કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 540 રનનો પહાડ જેવડો લક્ષ્ય આપ્યો હતો જેને પાર કરવામાં ન્યૂઝીલેન્ડની ટીમ નિષ્ફળ રહી હતી અને બીજી પારીમાં ફક્ત 167 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના સ્પિનર્સની આગળ ન્યૂઝીલેન્ડનું કાંઈ ન ચાલ્યું અને તેણે ઘૂંટણ ટેકવી લીધા. 

જયંત યાદવે રવિચંદ્રન અશ્વિન સાથે મળીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને ખૂબ હેરાન કર્યા. બીજી પારીમાં અશ્વિનને 4 વિકેટ મળી અને જયંત યાદવને પણ 4 વિકેટ મળી. ખાસ વાત એ રહી કે, જયંત યાદવની ચારેય વિકેટ મુંબઈ ટેસ્ટના ચોથા દિવસે આવી જે મેચનો અંતિમ દિવસ સાબિત થયો. 

આ પણ વાંચોઃ india and russia Sign Agreements: ભારત અને રશિયા વચ્ચે AK-203 રાઇફલ ડીલ પર લાગી મહોર, બંને દેશના રક્ષા મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર

કાનપુર ટેસ્ટ તો ન્યૂઝીલેન્ડે ડ્રો કરાવી દીધી હતી પરંતુ તેઓ મુંબઈમાં એમ ન કરી શક્યા અને ભારતે 1-0થી સીરિઝ પર કબજો મેળવ્યો. સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા ભારતીય ટીમના મનોબળમાં વધારો થવાની સાથે જ હવે આફ્રિકામાં ઈતિહાસ સર્જવા પર નજર બની રહી છે. 

મુંબઈ ટેસ્ટનો સ્કોર બોર્ડ

  • ભારતઃ 325 રન, 276/7 (D)
  • ન્યૂઝીલેન્ડઃ 62 રન, 167 રન

મુંબઈ ટેસ્ટમાં વિજય સાથે જ ભારતે એક ઈતિહાસ પણ સર્જ્યો છે. રનોના હિસાબથી કોઈ પણ ટેસ્ટ મેચમાં ભારતનો આ સૌથી મોટો ટેસ્ટ વિજય છે. અગાઉ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 337 રનથી હરાવ્યું હતું પરંતુ હવે ન્યૂઝીલેન્ડને 372 રનોથી માત આપી છે. 

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી મયંક અગ્રવાલે કમાલ કરી દીધો, મયંકે પહેલી પારીમાં 150 રન બનાવ્યા અને બીજી પારીમાં પણ 62 રનની મહત્વની પારી રમ્યો. સીનિયર ખેલાડીઓ બહાર હોવાના કારણે મયંકને તક મળી હતી જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. રવિચંદ્રન અશ્વિને પણ આ મેચમાં 8 વિકેટ પોતાના નામે કરી, તેણે બંને પારીમાં 4-4 વિકેટ લીધી. 

Whatsapp Join Banner Guj