india and russia Sign Agreements

india and russia Sign Agreements: ભારત અને રશિયા વચ્ચે AK-203 રાઇફલ ડીલ પર લાગી મહોર, બંને દેશના રક્ષા મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર

india and russia Sign Agreements: રશિયાના આ બંને નેતાઓએ વિદેશ મંત્રી એસ.,જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથસિંહની સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 06 ડિસેમ્બરઃindia and russia Sign Agreements: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઇ શોઈગુ ભારત પ્રવાસે પહોંચી ગયા હતા. રશિયાના આ બંને નેતાઓએ વિદેશ મંત્રી એસ.,જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથસિંહની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બેઠકોનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. ​​​​​​

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષા મંત્રી સર્ગેઇ શોઈગુની બેઠક મળી હતી. આ બેઠકમાં બંને દેશના નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે એસોલ્ટ રાઇફલ AK-203 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દ્વારા ભારત-રશિયા રાઇફલ પ્રાઈવેટ લિમિટેડના માંધ્યમથી 6,01,427 7.63×39 મિમી આસોલ્ટ રાઈફલ્સ AK-203ની ખરીદી માટે કરાર કરવામાં આવ્યા હતા. 2021-2031 સુધીના સૈન્ય-ટેકનિકલ સહકાર માટેના કાર્યક્રમ જેવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન એક દિવસના ભારત પ્રવાસે આવી રહે છે. પુતિન સોમવારે સવારે ભારત પહોંચશે અને મોડી સાંજે મોસ્કો જવા રવાના થશે. જો કે, નવી દિલ્હીમાં તેમનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરારો થઈ શકે છે. પુતિનની આ મુલાકાત પર અમેરિકાની પણ ચાંપતી નજર રહેશે. ભારત અને રશિયા વચ્ચે પ્રથમ 2+2 વાતચીત થશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રશિયાના મીડિયા મુજબ પુતિનના એક દિવસના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ટ્રેડ, એનર્જી, કલ્ચર, ડિફેન્સ, સ્પેસ અને ટેક્નોલોજી ક્ષેત્રે લગભગ 10 સમજૂતીઓ થઈ શકે છે. ડિફેન્સ સેકટર પર દુનિયાની નજર વધુ રહેશે. બે સમજૂતી બાબતે અમેરિકા પહેલેથી જ થોડું પરેશાન છે. આ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે અને બીજી અમેઠીમાં AK-203 રાઈફલ્સનું પ્રોડકશન છે. અહીં સાડા સાત લાખ AK-203 રાઈફલ બનાવવામાં આવશે. વિશ્વમાં પ્રથમ વખત આ રાઈફલોનું રશિયાની બહાર પ્રોડકશન થશે.

મોદી-પુતિન બેઠક અગાઉ આ બન્ને દેશ વચ્ચે 2+2 સમિટ યોજાશે. એના પ્રથમ તબક્કામાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુ સાથે બેઠક મળી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરની રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત થઈ હતી. આ 2+2 બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા એન્યુઅલ સમિટ સમયે મુલાકાત કરશે.

આ પણ વાંચોઃ ED stopped jacqueline: દુબઇ જઇ રહેલી અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસને ઇડીએ એરપોર્ટ પર રોકી, 10 કરોડની ગિફ્ટનો મામલો- વાંચો સંપૂર્ણ વિગત

બન્ને દેશ વચ્ચે કઈ ડીલ પર લાગી શકે છે મંજૂરીની મહોર?

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતયાત્રા સમયે બન્ને દેશ વચ્ચે મોટી રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે

  • એમાં રશિયાથી આવી રહેલી બહુચર્ચિત S-400 એર ડિફેન્સ સિસ્ટમનું પ્રેઝન્ટેશન પણ થશે.
  • આ ઉપરાંત પુતિનની ભારતયાત્રા સમયે રશિયાથી આશરે 7 લાખ AK-203 એસોલ્ટ રાઈફલના સપ્લાય માટે રૂપિાય 5 હજાર કરોડની સમજૂતીને આખરી સ્વરૂપ આપવામાં આવી શકે છે.
  • રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી AK-203 રાઈફલને ઉત્તરપ્રદેશ સ્થિત અમેઠીની કોરવા ડિફેન્સ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવશે.
  • ભારતીય સેનાને મળનારી 7.5માંથી 70 હજાર રાઈફલોના પાર્ટ રશિયામાં ઉત્પાદિત થશે. આ રાઈફલોનું ઉત્પાદન શરૂ થયાના આશરે અઢી વર્ષ બાદ એ સેનાને મળવા લાગશે.
  • રશિયાથી મળનારી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ (VSHORAD) સિસ્ટમની 1.5 અબજ ડોલરની ડીલ અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
  • બન્ને દેશ વચ્ચે રસદ સંધિની પારસ્પરિક સમજૂતી (RELOS) પણ થઈ શકે છે, જેથી રશિયા આ પ્રકારનો સાતમો દેશ બની જશે, જેની સાથે ભારત આ પ્રકારની સમજૂતી ધરાવે છે.
  • આ અગાઉ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને સિંગાપોર સાથે RELOS સમજૂતી કરી દેવામાં આવી છે
Whatsapp Join Banner Guj