IND VS AFG 3rd T 20

IND VS AFG 3rd T-20: એક જ મેચમાં બે સુપર ઓવર, રોમાંચક રીતે જીતી ટીમ ઇન્ડિયા…

IND VS AFG 3rd T-20: બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચનું પરિણામ બીજી સુપર ઓવરમાં આવ્યું

ખેલ ડેસ્ક, 18 જાન્યુઆરીઃ IND VS AFG 3rd T-20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે રમાયેલી ત્રીજી અને છેલ્લી ટી-20 ઘણી રોમાંચક રહી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચનું પરિણામ બીજી સુપર ઓવરમાં આવ્યું. મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે રોહિત શર્માની તોફાની સદી (69 બોલમાં 121) દ્વારા 212/4 રન બનાવ્યા હતા. જવાબમાં ગુલબદ્દીન નાયબ (23 બોલમાં 55)ની તોફાની ઇનિંગ્સને કારણે અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવ્યા હતા.

આવી સ્થિતિમાં મેચ ટાઈ થઈ અને પછી સુપર ઓવર થઈ. અફઘાનિસ્તાને પ્રથમ સુપર ઓવરમાં 16 રન બનાવ્યા હતા અને ભારતે પણ એટલા જ રન બનાવ્યા હતા. આ પછી બીજી સુપર ઓવર થઈ અને ભારતના 11 રનના જવાબમાં અફઘાનિસ્તાને માત્ર એક રન બનાવ્યો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં અફઘાનિસ્તાનનો વ્હાઈટવોશ કર્યો હતો.

ભારત માટે મુકેશે પ્રથમ સુપર ઓવર કરીઃ

  • પહેલો બોલઃ બીજો રન લેવાનો પ્રયાસ કરતી વખતે ગુલબદ્દીન રન આઉટ
  • બીજો બોલઃ મોહમ્મદ નબીએ એક રન લીધો
  • ત્રીજો બોલઃ ગુરબાઝે ચોગ્ગો ફટકાર્યો
  • ચોથો બોલઃ ગુરબાઝે એક રન લીધો
  • પાંચમો બોલઃ નબીએ સિક્સર ફટકારી
  • છઠ્ઠો બોલઃ નબીએ 3 રન બનાવ્યા

અફઘાનિસ્તાન માટે અઝમતુલ્લા ઉમરઝાઈએ પ્રથમ સુપર ઓવર ફેંકીઃ

  • પહેલો બોલઃ રોહિતે એક રન બનાવ્યો
  • બીજો બોલઃ યશસ્વીએ એક રન બનાવ્યો
  • ત્રીજો બોલઃ રોહિતે સિક્સર ફટકારી
  • ચોથો બોલઃ રોહિતે સિક્સર ફટકારી
  • પાંચમો બોલઃ રોહિતે એક રન બનાવ્યો
  • છઠ્ઠો બોલઃ યશસ્વીએ એક રન બનાવ્યો

ભારતની જીતનો હીરો બન્યો બિશ્નોઈ

આ પછી ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બીજી સુપર ઓવર રમાઈ હતી. પરંતુ આ વખતે પરિણામ ખૂબ જ સરળતાથી આવી ગયુું. આ વખતે લેગ સ્પિનર રવિ બિશ્નોઈ ભારતીય ટીમ માટે હીરો સાબિત થયો હતો. બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમે 5 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ પછી, બિશ્નોઈએ બોલિંગની કમાન સંભાળી અને અફઘાન ટીમને 3 બોલમાં 1 રનમાં ઘટાડી દીધી. બિશ્નોઈએ મોહમ્મદ નબી અને રહેમાનુલ્લા ગુરબાઝને શિકાર બનાવ્યા હતા.

આ પણ વાંચો… Health Minister Statement: મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું આકરું વલણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો