Today Ind vs pak match Asia Cup 2022

IND vs PAK Asia Cup 2022: આજે ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, દર્શકો ઉત્સાહી

IND vs PAK Asia Cup 2022: રવિન્દ્ર જાડેજાને ઇજાના લીધે એશિયા કપની બહાર, આવેશ ખાનને પણ વાયરલ ફીવર છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃ IND vs PAK Asia Cup 2022: એશિયા કપ 2022 (Asia Cup 2022) માં સુપર-4 રાઉન્ડ શરૂ થઇ ગયા છે. આ રાઉન્ડના પહેલાં મુકાબલામાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનની 4 વિકેટથી રોમાંચક માત આપી. આજે (4 સપ્ટેમ્બર) આ રાઉન્ડના બીજા મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. બંને ટીમો સાંજે 7:30 વાગે આમને સામને ટકરાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ દરમિયાન દુબઇના મૌસમનો મિજાજ અને પિચની સ્થિતિ કેવી રહેશે અને બંને ટીમોની પોસિબલ પ્લેઇંગ ઇલેવનમાં કોને-કોને એન્ટ્રી મળે શકે છે.

દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે થનાર મુકાબલા બાદ બેટીંગ કરનાર ટીમને ફાયદો મળે છે. રાતે અહીં હળવી ઝાકળ હોય છે, જે પછી બોલરો માટે થોડી મુશ્કેલી ઉભી કરે છે. આમ તો ગત થોડા દિવસોમાં અહીં ઝાકળ એટલું મોટું ફેક્ટર સાબિત થઇ રહ્યું નથી. ઓવરઓલ અહીંની પિચ બોલરો અને બેટ્સમેનોને બરાબરની મદદ કરે છે.

શરૂઆતમાં ફાસ્ટ બોલરો અને પછી સ્પિનર્સને મદદ મળે છે અને બીજી ઇનિંગમાં બેટીંગ સરળ થઇ જાય છે. ટોસ જીતનાર કેપ્ટન અહીં પહેલાં બેટીંગ કરવાનું પસંદ કરે છે. હવામાનની વાત કરીએ તો દુબઇમાં અત્યારે ગરમી છે. અહીં મેચ દરમિયાન પણ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેશે. 

ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાને ઇજાના લીધે એશિયા કપની બહાર થઇ ગયા છે. આવેશ ખાનને પણ વાયરલ ફીવર છે. એવામાં ભારતીય ટીમમાં બે ફેરફાર પાકા છે. બીજી તરફ પાકિસ્તાની ટીમમાંથી પણ શાહનવાઝ દહાની બહાર થઇ ગયા છે. 

ટીમ ઇન્ડીયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન.

પાકિસ્તાન 
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, ખુશદિલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ, હસન અલી.

આ પણ વાંચોઃ Side effects of Pineapple: આ ફળના વધુ પડતા સેવન થી થઇ શકે છે સ્વાસ્થ્ય ને નુકસાન-જાણો તેની આડઅસર વિશે

Gujarati banner 01