indian hockey player corona positive: ભારતીય મહિલા હોકી ટીમની એક ખેલાડીને કોરોના, દ.કોરિયા સામેની મેચ થઇ રદ

indian hockey player corona positive: હોકી ઈન્ડિયાના સુત્રોના કહેવા પ્રમાણે એક પ્લેયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 ડિસેમ્બરઃ indian hockey player corona positive: દક્ષિણ કોરિયામાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા હોકી ટીમની એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થઈ છે.

જેના પગલે ભારત અને યજમાન દક્ષિણ કોરિયા વચ્ચેની બુધવારે રમાનારી મેચ રદ કરવામાં આવી છે. હોકી ઈન્ડિયાના સુત્રોના કહેવા પ્રમાણે એક પ્લેયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચોઃ Suicide machine: લો બોલો હવે આત્યહત્યા કરવા માટે આ દેશે સુસાઈડ મશીનને આપી મંજુરી, કોઈપણ દર્દ વગર એક મિનિટમાં થશે મોત

કોરોનાએ આ ટુર્નામેન્ટને પ્રભાવિત કરી છે.આ પહેલા મલેશિયાની ટીમની એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા મંગળવારે ભારત સામેની તેની મેચ રદ કરવામાં આવી હતી.હવે મલેશિયાની જેમ ભારતીય ટીમના એક ખેલાડીને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોવાથી ક્વોરેન્ટાઈન થવુ પડશે.આ ઉપરાંત ટીમની બાકી ખેલાડીઓ પર પણ કોરોનાનુ જોખમ તોળાઈ રહ્યુ છે.

આ ટુર્નામેન્ટમાં મહિલા ટીમે શાનદાર શરુઆત કરીને થાઈલેન્ડની ટીમને 13-0થી હરાવી હતી.જેમાં ગુરજીત કૌરે પાંચ ગોલ ફટકાર્યા હતા.હાલમાં ભારતીય ટીમ વર્લ્ડ રેન્કિંગમાં નવમા સ્થાને છે.

Whatsapp Join Banner Guj