TODAY 1024x683 1 edited

આજથી IPL 2021 શરૂ : આઠ ટીમ વચ્ચે જંગ, પ્રેક્ષકો વગર ટુર્નામેન્ટ રમાશે

IPL 2021

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 એપ્રિલઃ દેશભરમાં કોરોનાનો કેર પ્રવર્તી રહ્યો છે ત્યારે ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આજથી આઇપીએલ(IPL 2021)નો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે ૭.૩૦ થી આ વખતની આઇપીએલ(IPL 2021)ની સૌ પ્રથમ ટક્કર થશે. બીજી રીતે કહીએ તો ટીમ કોહલી અને ટીમ રોહિત શર્મા વચ્ચેનો આ પ્રતિષ્ઠિત જંગ બની રહેશે. મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, સન રાઇઝર્સ હૈદ્રાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ એમ આઠ ટીમો વચ્ચે આઇપીએલ ટ્રોફી જીતવા માટે જંગ જામશે. ફાઇનલ ૩૦ મે ના રોજ અમદાવાદમાં યોજાનાર છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ભારતમાં તેની અગાઉ જાહેર થયેલી ૨૯ માર્ચની તારીખથી આઇપીએલ કોરોનાને લીધે યોજી નહતી શકાય અને યુએઇમાં દુબઇ, અબુધાબી અને શારજાહમાં તેનું આયોજન થયું હતું. ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર દરમ્યાન રમાઇ હતી. આમ ૨૦૨૧ ની આઇપીએલ પાંચ મહિના પછી જ રમાઇ રહી છે. તે વખતે પણ કોરોનાને લીધે બાયો બબલ હેઠળ આઇપીએલ રમાઇ હતી. આ વખતે પણ બાયો બબલ છે. કોરોનાની બીજી લહર આ હદે ઘાતક નીવડશે તેની કોઇને કલ્પના નહતી. પ્રેક્ષકો વગર જ આઇપીએલ રમાશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે.

આઇપીએલ આજથી શરૂ થવાની છે તે પહેલા જ આયોજકોને પડકાર તો સર્જાયા જ છે. અક્ષર પટેલ, દેવદત્ત પડ્ડીકલ, નિતિન રાણા, સેમ્સ જેવા ક્રિકેટરો કોરોના પોઝિટિવ આવી ચૂકયા છે. મુંબઇનો વિકેટ કિપર કોચ કિરણ મોરે પણ હાલ કોરોનાગ્રસ્ત હોઈ કવોરન્ટાઇન છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમના ૧૦ ગ્રાઉન્ડ સ્ટાફ, મેનેજમેન્ટ સ્ટાફ તેમજ પ્લમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે. ટીમના કોચ અને ખેલાડીઓ કબૂલે છે કે સતત ક્રિકેટ અને બાયો બબલને લીધે તેઓ એક પ્રકારના માનસિક તનાવ હેઠળ તો છે જ. આઇપીએલની ત્રણ ક્વોલિફાયર અને ફાઇનલ પણ અમદાવાદમાં છે.

ADVT Dental Titanium

કોહલી (બેંગ્લોર), રોહિત શર્મા (મુંબઈ), રાહુલ (પંજાબ), પંત (દિલ્હી), સેમસન (રાજસ્થાન), વોર્નર (હૈદ્રાબાદ), મોર્ગન (કોલકાતા) અને ધોની (ચેન્નાઇ) તેમની ટીમના કેપ્ટન છે.

ટીમકેપ્ટન
૧.મુંબઇ ઇન્ડિયન્સરોહિત
૨.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરકોહલી
૩.ચેન્નાઈ સુપર કિંગ્સધોની
૪.રાજસ્થાન રોયલ્સસેમસન
૫.પંજાબ કિંગ્સરાહુલ
૬.દિલ્હી કેપિટલ્સપંત
૭.સનરાઇઝર્સ હૈદ્રાબાદવોર્નર
૮.કોલકાતા નાઇટ રાઇડર્સમોર્ગન

આ પણ વાંચો…

અમદાવાદની આ સ્કૂલ(Fire in school)માં લાગી ભીષણ આગ, ત્રણ બાળકો ફસાયા, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે- જુઓ વીડિયો