jumper shaili singh

jumper shaili singh: ભારતની શૈલી સિંઘને લોંગ જમ્પમાં મેળવ્યો સિલ્વર મેડલ, વાંચો વિગત

jumper shaili singh: શૈલીની આ પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે, જેમાં તેણે સિલ્વર સિદ્ધિ હાંસલ કરી

સ્પોટ્સ ડેસ્ક, 23 ઓગષ્ટઃ jumper shaili singh: ભારતની શૈલી સિંઘે વર્લ્ડ અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની લોંગ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. તેણે શાનદાર દેખાવ કરતાં ૬.૫૯ મીટરના અંતર સાથે ૧૨ ખેલાડીઓની ફાઈનલમાં બીજું સ્થાન હાંસલ કરતાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તે માત્ર ૧ સેન્ટિમીટરના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી હતી. સ્વિડનની માજા એસ્કાગને ૬.૬૦ મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ મળ્યો હતો. જ્યારે યુક્રેનની મારિયા હોરિલોવાને ૬.૫૦ મીટરના અંતર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

શૈલી સિંઘે અગાઉ શાનદાર દેખાવ કરતાં ક્વોલિફાઈંગમાં ૬.૪૦ મીટરના જમ્પ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ. ભારતની લેજન્ડરી એથ્લીટ અંજુ જ્યોર્જના પતિ બોબી જ્યોર્જ શૈલીના કોચ છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેને ટ્રેનિંગ આપી રહ્યા છે. નોંધપાત્ર છે કે, શૈલીની આ પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે, જેમાં તેણે સિલ્વર સિદ્ધિ હાંસલ કરી હતી. 

આ પણ વાંચોઃ Ma-card yojana: જરૂરિયાતમંદોને મફત તબીબી સારવાર મળે તે માટે પ્રયાસ, ગુજરાત સરકાર વીમા પ્રિમિયમ પેટે આટલા કરોડ ચૂકવશે

ભારતને અગાઉ પુરુષોની ૧૦ કિલોમીટરની વોક રેસમાં અમિત ખત્રીએ સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે ભારતની મિક્સ રિલે ટીમે ૪ બાય ૪૦૦ મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

સમગ્ર ગેમ્સની વાત કરીએ તો ભારતીય મહિલા રિલે ટીમ ૪ બાય ૪૦૦ મીટરની રેસમાં ૩.૨૭ સેકન્ડથી મેડલ ચૂકી ગઈ હતી અને ચોથા ક્રમે રહી હતી. ભારતીય રિલે ટીમ તરફથી પાયલ વોહરા, સુમ્મી, રાજીથા કુન્જા અને પ્રિયા મોહને સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમણે ત્રણ મિનિટ અને ૪૦.૪૫ સેકન્ડનો સમય આપ્યો હતો. આ ઈવેન્ટમાં ઈટાલી બ્રોન્ઝ જીત્યું હતુ. જેનો સમય ૩ મિનિટ અને ૩૭.૧૮ સેકન્ડનો હતો. પ્રિયા મોહન અગાઉ ૪ બાય ૪૦૦ મીટરની મિક્સ રિલેમાં બ્રોન્ઝ જીતનારી ટીમમાં સામેલ હતી. તે ૪૦૦ મીટરની મહિલાઓની રેસમાં પણ ચોથા સ્થાને રહેતા થોડા માટે મેડલ ચૂકી હતી. આ ઈવેન્ટમાં નાઈજીરિયાએ (૩ઃ૩૧.૪૬) ગોલ્ડ અને જમૈકા(૩ઃ૩૬.૫૭)એ સિલ્વર મેડલ જીત્યો હતો. 

આ પણ વાંચોઃ About Gujarat Education: રાજ્યમાં ૨૪ ઓગસ્ટે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે:- શિક્ષણ મંત્રી, વાંચો વધુમાં શું કહ્યું?

નોંધનીય છે કે, ભારતીય એથ્લીટ ડોનાલ્ટ માકીમૈરાજ પુરુષોની ટ્રીપલ જમ્પ સ્પર્ધામાં થોડા માટે મેડલ ચૂક્યો હતો અને ચોથા ક્રમે રહ્યો હતો. તેણે ૧૫.૮૨ મીટરનું અંતર હાંસલ કર્યું હતુ. જ્યારે ફ્રાન્સના બ્રોન્ઝ મેડલ જીતનારા સિમોન ગોરેએ ૧૫.૮૫ મીટરનું અંતર હાંસલ કર્યું હતુ. સ્વિડનના ગેબ્રિયલ વોલમાર્કે ૧૬.૪૩ મીટરના અંતર સાથે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે જમૈકાના જયડોન હિબ્બેર્ટ (૧૬.૦૫ મીટર)ને સિલ્વર મેડલ મળ્યો હતો.  ભારતીય એથ્લીટ અંકિતાએ મહિલાઓની પાંચ હજાર મીટરની દોડમાં ભાગ લીધો હતો. જેમાં તે ૧૭ મિનિટ અને ૧૭.૬૮ સેકન્ડના સમય સાથે ૧૦ ખેલાડીઓમાં ૮માં ક્રમે રહી હતી.

Whatsapp Join Banner Guj