Kapil dev statement on virat

Kapil dev statement on virat: દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે વિરાટ કોહલી માટે આપ્યુ મોટુ નિવેદન, કહ્યું- કોહલીને ટી-20 ટીમમાંથી બહાર કરવો જોઈએ

Kapil dev statement on virat: કપિલનુ કહેવુ છે કે, હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, કોહલીને ટી-20 મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસાડવાની ફરજ પડી શકે છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 જુલાઇઃ Kapil dev statement on virat: ક્રિકેટર તરીકે વિરાટ કોહલી સારો દેખાવ કરે છે, પરંતુ તેની કેપ્ટનશિપ તરીકે હંમેશા તેના પર પ્રશ્નો કરવામાં આવ્યા છે. હવે ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે પણ વિરાટ કોહલી અંગે મોટુ નિવેદન આપ્યુ છે.

કપિલનુ કહેવુ છે કે, હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, કોહલીને ટી-20 મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસાડવાની ફરજ પડી શકે છે. જો તમે વિશ્વના બીજા નંબરના બોલર અશ્વિનને ટીમમાંથી બહાર રાખી શકતા હોય તો વર્લ્ડનો નંબર વન બેટસમેન પણ ટીમમાંથી બહાર બેસી શકે છે.

એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કપિલે કહ્યુ હતુ કે, હું ઈચ્છુ છું કે વિરાટ રન બનાવે પણ હાલમાં તેના બેટમાંથી રન નીકળી રહ્યા નથી તે આપણે જાણીએ છે. જો કોહલી પરફોર્મ ના કરી શકે તો શાનદાર દેખાવ કરનારા બીજા ખેલાડીઓે આપણે બહાર રાખી શકીએ નહીં.

આ પણ વાંચો: Kedarnath yatra halted: ભારે વરસાદના કારણે અમરનાથ પછી કેદારનાથ યાત્રા રોકવામાં આવી

કપિલનુ આવુ કહેવા પાછળનુ કારણ એ છે કે, ટીમ પાસે ટી 20 માટે અત્યારે રાહુલ, ઈશાન કિશન, સેમસન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કાર્તિક, હુડ્ડા અને વેંકટેશ ઐયર જેવા બેટસમેનો મોજુદ છે.

કપિલે આગળ કહ્યુ હતુ કે, હું ઈચ્છુ છું કે યુવાઓમાં હેલ્થી કોમ્પિટિશન થાય અને કોહલીએ વિચારવુ પડશે કે હું એક સમયે મોટો પ્લેયર હતો પણ હવે મારે વાપસી કરીને ફરી નંબર વન બનવાનુ છે.

આ પણ વાંચોઃ CM Approval of Town Planning Scheme: રાજ્યના શહેરી ક્ષેત્રના આયોજનબદ્ધ વિકાસને વેગવંતો બનાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક કદમ

Gujarati banner 01