Rajkot Maramari: પ્લોટ પચાવી પાડવા મુદ્દે બે પક્ષ વચ્ચે હથિયાર વડે મારામારી

Rajkot Maramari: અગાઉ અમારે શાપરમાં પ્લોટ લીધેલ હોય જે બાબતે આ લોકો સાથે માથાકુટ ચાલતી હોય જેનો ખાર રાખી આ વિશાલ મહેતા તથા લાલા પટેલે મને ગાળો આપી વિશાલે પોતાના પાસેની છરી કાઢી મને મારવા જતા મને જમણા હાથની આંગળી તથા ડાબા હાથ ના કલાઇના ભાગે છરી વાગી ગઈ હતી

રાજકોટ, 09 જુલાઈ: Rajkot Maramari: કાલાવડ રોડ રવિ પાર્કમાં રહેતા અને જમીન લે-વેંચ કરતા ધર્મેદ્રભાઇ ચુનીલાલ રાવલ(બ્રાહ્મણ)(ઉ.વ .54)એ ફરિયાદમાં વિશાલ મહેતા અને લાલા પટેલનું નામ આપતા તેઓનું નામ આપતા મારકુટ અને હુમલો કર્યા અંગેની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છુ તેમજ હાલ હું વાસ્તુ એસ્ટેટ માં હુ , અલ્પેશભાઇ રાઠોડ,અશ્વિનભાઇ દવે, બ્રીજરાજસિંહ જાડેજા એમ અમો ચાર માણસો પાર્ટનશીપમા ધંધો ચલાવીએ છીએ તેમજ આ વાસ્તુ એસ્ટેટ ની અમારી ઓફીસ નિર્મળા રોડ પર શિવમ એસ્ટેટ ની ઉપર અમારી ઓફીસ આવેલ છે.

ગઇકાલે બપોરના હું તથા મારા પાર્ટનર બ્રીજરાજસિંહ જાડેજા,અલ્પેશભાઇ રાઠોડ તથા અલ્પેશભાઇ રાઠોડ ના મોટાભાઇ દિપાભાઇ રાઠોડ એમ બધા અમારી ઓફીસે બેઠા હતા.ત્યારે લાલો પટેલ અમારી ઓફીસે આવેલ હતો. ત્યાં અમારી ઓફીસે બહારથી ઉભા રહીને અમને કહેલ કે તમે બધા નીચે આવો નહિં તો તમને બધાને ઓફીસની અંદર મારશુ તેમ કહેતા અમે બધા માણસો અમારી ઓફીસમાર્થી નિચે રસ્તા પર ઉતરેલ ત્યાં વિશાલ મહેતા પણ હાજર હતો અને અગાઉ અમારે શાપરમાં પ્લોટ લીધેલ હોય જે બાબતે આ લોકો સાથે માથાકુટ ચાલતી હોય

જેનો ખાર રાખી આ વિશાલ મહેતા તથા લાલા પટેલે મને ગાળો આપી વિશાલે પોતાના પાસેની છરી કાઢી મને મારવા જતા મને જમણા હાથની આંગળી તથા ડાબા હાથ ના કલાઇના ભાગે છરી વાગી ગઈ હતી અને લાલા પટેલે ધોકા વડે મને શરીરે આડેધડ માર મારેલ અને ત્યા મારા પાર્ટન2 તથા બીજા માણસો ભેગા થઇ જતા આ લોકો ભાગી ગયેલ હતા.

આ પણ વાંચો..Kedarnath yatra halted: ભારે વરસાદના કારણે અમરનાથ પછી કેદારનાથ યાત્રા રોકવામાં આવી

ત્યારબાદ મને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામાંપક્ષે અલકાપુરીમાં રહેતા વિશાલભાઈ શ્રીકાંતભાઈ મહેતા (વાણીયા)(ઉ.વ.36)એ ફરિયાદમાં દિપક રાઠોડ અને ધર્મેન્દ્ર રાવલનું નામ આપતા તેઓની સામે ગુન્હો નોંધાયો હતો.ફરિયાદી વિશાલભાઈએ જણાવ્યું હતું કે મારી સાથેના વીનુંભાઈ દેસાઈ સાથે તેનો શાપર વેરાવળ ખાતે આવેલ પ્લોટનું રૂ.7 લાખમાં ટોકન આપી લખાણ કરાવી જાહેર નોટિસ આપી હોય જે પ્લોટ બાબતે દીપકે પોતે ટોકન આપેલ આ પ્લોટનું ટોકન આપેલ છે

તેમ કહી આ મામલે વાતચિત કરવા મામલે બોલાવી પ્લોટ પોતાને જ લેવાનો છે તેમ જણાવી પ્લોટ પચાવી પાડવા માથાકૂટ કરી બંને આરોપીઓએ પાઇપ વડે મને અને પાર્થ ધનાણી ઉર્ફે લાલાને મારમારી મને માથામાં ઇજા કરી શરીરે ઇજા કરી હતી.આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધી હતી.

Gujarati banner 01