Melbourne Weather Forecast for 23 Oct

Melbourne Weather Forecast for 23 Oct: ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાક મુકાબલા પર સંકટ, તે દિવસે વરસાદ પડવાની 70 ટકા શક્યતા

Melbourne Weather Forecast for 23 Oct: મેલબોર્નમાં 23 ઓક્ટોબરે વરસાદ ખેલ બગાડી શકે છે, તો બીજી તરફ ભારત અને પાકિસ્તાનની આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 ઓક્ટોબરઃ Melbourne Weather Forecast for 23 Oct: ભારત અને પાકિસ્તાન બંને દેશોના દર્શકો ટી-20 વર્લ્ડકપમાં 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ મેચ પર અત્યારથી જ અનિશ્ચિતતા સર્જાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, મેલબોર્નમાં 23 ઓક્ટોબરે વરસાદ ખેલ બગાડી શકે છે.આ દિવસે વરસાદની 70 ટકા શક્યતા દર્શાવવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Benefits of guava: ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ છે વરદાન-બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે

હવામાનની આગાહી કરતી વેબસાઈટના કહેવા અનુસાર 23 ઓક્ટોબરે બપોરે મેલબોર્નનુ તાપમાન 18 ડિગ્રી હશે અને વરસાદની શક્યતા 70 ટકા સુધી રહેશે.6 એમએમ એટલે કે અડધો ઈંચ સુધી વરસાદ થઈ શકે છે.હવાની ઝડપ પ્રતિ કલાક પંદર કિલોમીટરની રહેશે.દિવસ જ નહી પણ રાત્રે પણ વરસાદ પડવાની 60 ટકા જેટલી શક્યતાઓ છે.

સુપર 12 મુકાબલા માટે કોઈ રિઝર્વ ડે રખાયો નથી.આ સંજોગોમાં જો મેચ ધોવાઈ જાય તો બંને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવશે.મેચ રમાડવા માટે ઓછામાં ઓછી પાંચ ઓવર બંને ટીમો નાંખી શકે તેવી સ્થિતિ હોવી જોઈએ.

આ પણ વાંચોઃ Aluminum freight rake: અશ્વિનીવૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ભારતની પહેલી અલ્યુમિનિયમ ફ્રેટ રેક – 61 BOBRNALHSM1 નું ઉદ્ઘાટનકર્યું

Gujarati banner 01