Rupee is not sliding dollar

Rupee is not sliding dollar: નાણામંત્રીનું મોટુ નિવેદન, કહ્યું- રુપિયો નબળો નથી થયો ડોલર મજબૂત બની રહ્યો છે..વાંચો વધુમાં શું કહ્યું?

Rupee is not sliding dollar: નિર્મલા સિતારમણે કહ્યુ કે, માત્ર રુપિયો જ નહીં પણ ડોલરની સામે તમામ દેશના ચલણો નબળા પડ્યા છે

નવી દિલ્હી, 17 ઓક્ટોબરઃ Rupee is not sliding dollar: હાલમાં અમેરિકાના પ્રવાસે ગયેલા નાણા મંત્રી સિતારમને વોશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદમાં રુપિયામાં દેખાઈ રહેલી નરમાશને લઈને કહ્યુ હતુ કે, રુપિયો નથી ગગડી રહ્યો પણ ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે.

નિર્મલા સિતારમણે કહ્યુ હતુ કે, રુપિયાનો ઘસારો અટકાવવા માટે રિઝર્વ બેન્ક સૌથી સારા ઉપાય કરી રહી છે. માત્ર રુપિયો જ નહીં પણ ડોલરની સામે તમામ દેશના ચલણો નબળા પડ્યા છે.પણ જો વિકસીત અર્થતંત્રોની વાત કરવામાં આવે તો અન્ય ઈકોનોમીની સરખામણીમાં ડોલરની સામે ભારતના રુપિયાનો દેખાવ ઘણો સારો છે.

આ પણ વાંચોઃ Melbourne Weather Forecast for 23 Oct: ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાક મુકાબલા પર સંકટ, તે દિવસે વરસાદ પડવાની 70 ટકા શક્યતા

નાણામંત્રીએ આગળ કહ્યુ હતુ કે, આરબીઆઈ કોશિશ કરી રહી છેકે, ડોલરના ભાવમાં વધારે ઉથલ પાથળ ના જોવા મળે પણ આ માટે રિઝર્વ બેન્ક બજારમાં હસ્તક્ષેપ કરી રહી નથી.

ઉલ્લેખનીય છે કે, રુપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.શુક્રવારે પણ રુપિયો 8 પૈસા તુટયો હતો અને એક ડોલર સામે રુપિયો 82.32 પર પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ Benefits of guava: ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ છે વરદાન-બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે

Gujarati banner 01