Mumbai Wins Ranji Trophy 2024

Mumbai Wins Ranji Trophy 2024 : રણજી ટ્રોફીમાં મુંબઈ 42મી વખત ચેમ્પિયન, મુશીર-અય્યરે કરી શાનદાર બેટિંગ

Mumbai Wins Ranji Trophy 2024 : મુંબઈની આ જીતમાં ત્રણ પ્લેયરની મહત્ત્વની ભૂમિકા રહી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 માર્ચઃ Mumbai Wins Ranji Trophy 2024 : રણજી ટ્રોફીની ચેમ્પિયન ટીમ નક્કી થઈ ગઈ છે અને ફરી એકવાર મુંબઈએ ટ્રોફી પર કબજો કરી લીધો છે. આ વખતે મુંબઈની સામે ફાઈનલમાં મહારાષ્ટ્રની જ વિદર્ભની ટીમ હતી. આ સાથે જ મુંબઈ 42મી વખત રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે. મુંબઈની આ જીતમાં ત્રણ પ્લેયરની મહત્ત્વની ભૂમિકા રહી હતી. 

મુંબઈની ટીમે ફાઈનલ મેચમાં વિદર્ભને 169 રનથી હરાવીને રણજી ટ્રોફી 2023-24નું ટાઈટલ જીતી લીધું છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ હેઠળ મુંબઈની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના માટે મુશીર ખાન, શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુરે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું. 

આ પણ વાંચોઃ New election commissioner: સુખવીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમાર બન્યા ચૂંટણી કમિશનર 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો