Nikhat zareen

Nikhat Zari made history and won gold: ભારતની નિખત ઝરીને ઈતિહાસ રચ્યો, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

Nikhat Zari made history and won gold: ભારતની નિખત ઝરીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. ગુરુવારે યોજાયેલી ફાઈનલ મેચમાં નિખત ઝરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 52 કિગ્રા. કેટેગરીમાં નિખાત ઝરીને થાઈલેન્ડની જીતપોંગ જુટામાસને 5-0થી હરાવીને જીત મેળવી હતી.


ખેલ ડેસ્ક, 19 મે: Nikhat Zari made history and won gold: ભારતની નિખત ઝરીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં (World Boxing Championships) ઈતિહાસ રચ્યો છે. ગુરુવારે યોજાયેલી ફાઈનલ મેચમાં નિખત ઝરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 52 કિગ્રા. કેટેગરીમાં નિખાત ઝરીને થાઈલેન્ડની જીતપોંગ જુટામાસને 5-0થી હરાવીને જીત મેળવી હતી.

સમગ્ર ફાઈટ દરમિયાન નિખત ઝરીનનો (Nikhat Zari made history and won gold) દબદબો જોવા મળ્યો હતો, તેણે વિરોધી બોક્સર ને જમણા હાથનો જબ મારીને બાઉટની શરૂઆત કરી હતી. નિખત ઝરીને ટુર્નામેન્ટમાં વર્ચસ્વ જાળવી રાખ્યું, પ્રથમ સેમિફાઇનલ 5-0થી જીતી, છેલ્લા ચાર રાઉન્ડમાં તમામ નિર્ણાયકોએ તેની તરફેણમાં ચુકાદો આપ્યો. હવે ફાઇનલમાં પણ આવો જ દબદબો જોવા મળ્યો હતો.

નિખત ઝરીન છેલ્લા કેટલાક દિવસોમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. નિખત ઝરીને 2019 એશિયન ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે આ જ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ મેચમાં તેણે બ્રાઝિલની કેરોલિન ડી અલ્મેડાને 5-0થી હરાવ્યું હતું.

25 વર્ષીય નિખાત ઝરીન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં (World Boxing Championships)ગોલ્ડ મેડલ જીતનારી પાંચમી ભારતીય મહિલા બોક્સર છે. બોક્સિંગ લેજન્ડ મેરી કોમે આ ચેમ્પિયનશિપમાં 6 વખત ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો છે. ભારત તરફથી MC મેરી કોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખા સી. દ્વારા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા માં આવ્યો હતો . હવે આ યાદીમાં યુવા બોક્સર નિખાત ઝરીનનું નામ પણ જોડાઈ ગયું છે.

નિખત ઝરીને (Nikhat Zari made history and won gold) તાજેતરમાં જ સ્ટ્રેન્ડજા મેમોરિયલ ખાતે મેડલ જીત્યો હતો અને અહીં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. અહીં તેણે ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતાને હરાવી, હવે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ નિખત ઝરીન પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. આવી સ્થિતિમાં હવે નજર સીધી પેરિસ ઓલિમ્પિક પર ટકેલી છે.

આ પણ વાંચો..Public demand porbandar beach: કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત: ચોપાટીમાં બેઠક વ્યવસ્થા ઉપર સેડની વ્યવસ્થા કરવા માંગ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *