porbandar beach

Public demand porbandar beach: કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત: ચોપાટીમાં બેઠક વ્યવસ્થા ઉપર સેડની વ્યવસ્થા કરવા માંગ

Public demand porbandar beach: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કીર્તિ મંદિર તેમજ સુદામા મંદિર, તારા મંદિર, ભારત મંદિર તેમજ દરિયા કિનારા નજીક આવેલ ચોપાટીની મુલાકાત લઇ રહ્યાં છે. પોરબંદરની ચોપાટીમાં સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદર, 19 મે: Public demand porbandar beach: પોરબંદરના દરિયા કિનારા નજીક લાખો રૂપિયા ખર્ચ કરી ચોપાટીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યમાં પ્રવાસીઓ તથા શહેરીજનો ફરવા માટે તેમજ બેસવા માટે આવતા હોય છે. હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પરિવારો પોતાના બાળકો સાથે અલગ અલગ ફરવા લાયક સ્થળો પર પહોંચી રહ્યાં છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કીર્તિ મંદિર તેમજ સુદામા મંદિર, તારા મંદિર, ભારત મંદિર તેમજ દરિયા કિનારા નજીક આવેલ ચોપાટીની મુલાકાત લઇ રહ્યાં છે. પોરબંદરની ચોપાટીમાં સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હાલ કાળઝાળ ગરમીના કારણે પ્રવાસીઓ બપોરના સમયે બેસી શકતા નથી. જેથી દરિયા કિનાર નજીક રહેલી બેંચો અને બેઠક વ્યવસ્થા પર સેડની વ્યવસ્થા કરવામાં આવે. યમુના હોટલની સામે બેઠક વ્યવસ્થા ઉપર સેડ છે પરંતુ તે દરિયા કિનારાથી દૂર બેઠક વ્યવસ્થા છે. હજારો પરિવાર પોરબંદરની ચોપાટીની મુલાકાત લે છે તેઓ દરિયાને જોઇને ખૂબજ આનંદની અનુભૂતિ કરતા હોય છે.

દરિયા કિનારા નજીક રેતી પર તેમજ બેઠક વ્યવસ્થા પર બેસીને દરિયા કિનારે પરિવાર સાથે આનંદ માણે છે. ત્યારે પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ એવી માંગ કરી છે કે પોરબંદરની ચોપાટી દરિયા કિનારા નજીક તેમજ આસપાસ જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તેની ઉપર સેડની વ્યવસ્થા કરવામાં આવે જેથી હાલ કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓ દરિયા કિનારા નજીક બેસી રાહત અનુભવે તેમજ પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે ચોપાટી દરિયા કિનારા પર આનંદ માણી શકે.

આ પણ વાંચો..Approved this work under urban development plan: મુખ્યમંત્રીએ 4 નગરોમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 45.09 કરોડના કામોને મંજૂરી આપી

Gujarati banner 01