Ravi Shastri PTI

Ravi shastri: ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી શાસ્ત્રીની વિદાયની અડકળો, નવા કોચ તરીકે આ પૂર્વ ક્રિકેટરનું નામ ચર્ચામાં…!

Ravi shastri: રવિ શાસ્ત્રીની સાથે સાથે ફિલ્ડિંગ કોચ આર શ્રીધર, બોલિંગ કોચ ભરત અરૂણ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ ટીમથી અલગ થાય તેવી શક્યતાઓ

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 ઓગષ્ટઃ Ravi shastri: ભારતીય ટીમના કોચ પદેથી રવિ શાસ્ત્રીની ટી-20 બાદ વિદાય થાય તેવી અટકળો તેજ બની છે.તેમની સાથે સાથે ફિલ્ડિંગ કોચ આર શ્રીધર, બોલિંગ કોચ ભરત અરૂણ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ ટીમથી અલગ થાય તેવી શક્યતાઓ છે.

આ વખતે ટી 20 વર્લ્ડકપ ઓક્ટોબર નવેમ્બરમાં યુએઈમાં યોજાવાનો છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર રવિ શાસ્ત્રી(Ravi shastri)એ ક્રિકેટ બોર્ડના કેટલાક સભ્યોને જાણ કરી દીધી છે કે, ટી 20 વર્લ્ડકપ બાદ હું રાષ્ટ્રીય ટીમથી દૂર થવા માંગુ છું. આમ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ વર્લ્ડકપ બાદ ખતમ થઈ જશે.

આ પણ વાંચોઃ OBC Amendment bill 2021 Passed: અનામત બિલ રાજ્યસભામાંથી પણ પસાર; હવે કાયદા બનશે- વાંચો વિગત

શાસ્ત્રી પહેલી વખત ટીમ ઈન્ડિયા સાથે ડાયરેક્ટર તરીકે 2014માં જોડાયા હતા. તેમનો કાર્યકાળ 2016 સુધી હતો. એ પછી અનિલ કુંબલેને એક વર્ષ માટે કોચ બનાવાયા હતા. 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં હાર બાદ શાસ્ત્રીને ફુલ ટાઈમ કોચ બનાવાયા હતા.

શાસ્ત્રીના કોચ તરીકેના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ બે વખત ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરિઝમાં માત આપી હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી હતી. જોકે હજી સુધી શાસ્ત્રીના કાર્યકાળમાં ભારતીય ટીમ આઈસીસીની એક પણ ટુર્નામેન્ટ જીતી શકી નથી. 2019માં પણ વર્લ્ડ કપમાં ભારત સેમિફાઈનલમાં હાર્યુ હતુ.

આ પણ વાંચોઃ Petrol Diesel Price: વધતા પેટ્રોલના ભાવને લઇ RBI અને સરકાર આમને-સામને, નાણામંત્રી કહી આ વાત- વાંચો વિગત

પ્રોટોકોલ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ ટી-20 વર્લ્ડકપ બાદ કોચ તેમજ સપોર્ટ સ્ટાફ માટે અરજીઓ મંગાવશે. કેટલાક અધિકારીઓ પહેલેથી જ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણૂંક તરફ ઈશારો કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj