Kids mask

Coronaviurs third wave: અમેરિકા-બ્રિટન બાદ ભારતમાં વધ્યુ જોખમ, ભારતના આ રાજ્યમાં 5 દિવસમાં 242 બાળકો પોઝિટિવ..! વાંચો વિગતે

Coronaviurs third wave: કર્ણાટકમાં માત્ર 5 દિવસમાં 242 બાળકો પોઝિટિવ આવતા કોરોનાની ત્રીજી લહેર આવ્યા હોવાની અટકળો

નવી દિલ્હી, 11 ઓગષ્ટઃ Coronaviurs third wave: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનુ જોખમ મંડરાય રહ્યુ છે. આ દરમિયાન અમેરિકા અને બ્રિટને ચિંતા વધારી દીધી છે. અહીં બાળકોમાં સતત સંક્રમણનુ જોખમ વધવાના કેસ સામે આવી રહ્યા છે. બંને જ દેશોમાં બાળકોમાં સંક્રમણના કેસ પહેલા જ બે લહેરની તુલનામાં વધી ગયા છે.

બાળકોમાં વધી રહેલા સંક્રમણના આ કેસે ભારત માટે પણ જોખમ વધારી દીધુ છે. ત્રીજી લહેર(Coronaviurs third wave)ને લઈને સતત બાળકો વધારે પ્રભાવિત હોવાની સંભાવના વર્તાવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Ravi shastri: ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી શાસ્ત્રીની વિદાયની અડકળો, નવા કોચ તરીકે આ પૂર્વ ક્રિકેટરનું નામ ચર્ચામાં…!

ભારતમાં ચિંતા વધી

કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને છેલ્લા પાંચ દિવસમાં 242 બાળકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સૂત્રોનુ કહેવુ છે. જેના પગલે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બેંગ્લોર કોર્પોરેશનના કહેવા પ્રમાણે છલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને જાણકારો માની રહ્યા છે કે, આ ત્રીજી લહેરની શરૂઆત હોઈ શકે છે. આ બાળકો પૈકી 106 બાળકોનીવ ય તો 9 વર્ષ કરતા ઓછી છે. જ્યારે 136 બાળકો 9 અને 19 વર્ષની વચ્ચેના છે.

બીજી તરફ રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 1338 કેસ સામે આવ્યા હતા અને આ દરમિયાન 31 લોકોના મોત પણ થયા હતા.સ્વાસ્થ્ય વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે આગામી કેટલાક દિવસોમાં કોરોના કેસમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે અને આ એક મોટો ખતરો છે.

કર્ણાટક સરકારે પહેલા જ તમામ જિલ્લાઓમાં નાઈટ અને વીક એન્ડ કરફ્યુનુ એલાન કરેલુ છે.ઉપરાંત કર્ણાટકને જોડતા રાજ્યો કેરલ અને મહારાષ્ટ્રની બોર્ડર પર પ્રવેશ માટે નિયંત્રણો મુકવામાં આવ્યા છે. દરમિયાન સરકાર રાજ્યમાં 16 ઓગસ્ટથી આંશિક લોકડાઉન લગાવવાનુ પણ વિચારી રહી છે.

આ પણ વાંચોઃ OBC Amendment bill 2021 Passed: અનામત બિલ રાજ્યસભામાંથી પણ પસાર; હવે કાયદા બનશે- વાંચો વિગત

બાળકોમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણ

બાળકોમાં કેટલાક દિવસ સુધી ભારે તાવ, પેટમાં દર્દ, ડાયેરિયા, ઉલટી, ત્વચા પર ચકામા, લાલ આંખો અને હાથ-પગનું ઠંડુ થવુ જેવા લક્ષણ(Coronaviurs third wave) જોવા મળી રહ્યા છે. અરકંસાસના ચિલ્ડ્રન હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થનારા બાળકોની સંખ્યામાં 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

7 નવજાત આઈસીયુમાં તો 2 વેન્ટિલેટર પર જિંદગી સામે જંગ લડી રહ્યા છે. અલબામા, અરકંસાસ, લુસિયાના અને ફ્લોરિડામાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમા સંક્રમણના કેસ વધવા લાગ્યા છે.

કોરોનાની ત્રીજી લહેરની અસર હવે જોવા મળી છે. આ લહેર(Coronaviurs third wave)માં સૌથી વધારે અસર બાળકો પર થશે, જેના સંકેત પણ હવે ઝડપથી મળી રહ્યા છે. કેટલાક દેશોમાં બાળકોમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે પરંતુ અમેરિકા અને બ્રિટનમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે.

આ પણ વાંચોઃ Shilpa shetty: શિલ્પા એક પછી એક મુશ્કેલીમાં ફસાઇ, શિલ્પા શેટ્ટીની કંપનીના નામે વેલનેસ સેન્ટરમાં કરોડોનું રોકાણ કર્યું ને પછી….વાંચો સંપૂર્ણ અહેવાલ

સૌથી વધારે કેસ: 4232 બાળકોમાં મળ્યુ સંક્રમણ

સૌથી વધારે કેસ લુસિયાનામાં સામે આવ્યા છે. અહીં ગત મહિને અંતિમ સપ્તાહમાં જ સૌથી વધારે 4232 સંક્રમણના કેસ સામે આવ્યા છે. અહીં 15થી 21 જુલાઈની વચ્ચે પાંચ વર્ષથી ઓછી ઉંમરના 66 બાળકોમાં વાયરસ મળ્યો છે. દરરોજ 40 બાળકો દાખલ થઈ રહ્યા છે. ત્યાં ફલોરિડાના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના 10,785 કેસ સામે આવ્યા હતા.

Whatsapp Join Banner Guj