OBC Amendment bill 2021 Passed parlamaint

OBC Amendment bill 2021 Passed: અનામત બિલ રાજ્યસભામાંથી પણ પસાર; હવે કાયદા બનશે- વાંચો વિગત

OBC Amendment bill 2021 Passed: આ પહેલા મંગળવારે લોકસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી હતી. હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી, 11 ઓગષ્ટઃ OBC Amendment bill 2021 Passed: રાજ્યોને OBC અનામત યાદીઓ તૈયાર કરવાની સત્તા આપનારા 127 માં બંધારણીય સુધારા વિધેયકને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઇ છે. સંસદના ઉપલા ગૃહમાં હાજર તમામ 186 સાંસદોએ બિલને ટેકો આપ્યો છે. આ પહેલા મંગળવારે લોકસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી હતી. હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમની સહી સાથે તે કાયદા તરીકે અમલમાં આવશે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price: વધતા પેટ્રોલના ભાવને લઇ RBI અને સરકાર આમને-સામને, નાણામંત્રી કહી આ વાત- વાંચો વિગત

આ અંતર્ગત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને OBC અનામત માટે જાતિઓની યાદી તેમના સ્તરે નક્કી કરવાનો અને તેમને ક્વોટા આપવાનો અધિકાર હશે. તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે આપેલા મરાઠા ક્વોટાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ કેન્દ્ર સરકાર આ બિલ લાવી હતી.

મરાઠા અનામત પર પ્રતિબંધ મૂકતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ રીતે કોઈપણ સમુદાયને OBC યાદીમાં સમાવી શકાય નહીં. કોર્ટના આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને ફગાવી દેવામાં આવી અને રાજ્યમાં આંદોલનો શરૂ થયા. આ પછી સરકાર આ બિલ લાવી છે.

આ પણ વાંચોઃ Aravali: જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા “જળ અને સ્વચ્છતા એકમ” સમીતિની બેઠક યોજાઇ- વાંચો વિગત

તેનાથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો માર્ગ સરળ બનશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકારોને તે મુજબ યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પાસે અનામતની 50 ટકા મર્યાદા નાબૂદ કરવાની માંગ કરી છે.

Whatsapp Join Banner Guj